પૃષ્ઠ:Mahadevbhaini Diary - Part 1.pdf/૧૩૦

વિકિસ્રોતમાંથી
આ પાનાનું પ્રુફરીડિંગ બાકી છે

________________

હું મારી. આશા છેડતા નથી. તું જયારે બાના ઉદરમાં હતો તે વખતે તો હું નાલાયક હતા, એમ માનતો આવ્યો છું. પણ તારા જન્મ પછી ધીમે ધીમે હું પ્રાયશ્ચિત્ત કરતો આવ્યો છું. એટલે એક આશા કેમ છોડું ? એટલે જ્યાં લગી તું અને હું જીવીએ છીએ ત્યાં લગી છેલ્લી ઘડી સુધી આશા રાખીશ, અને તેથી મારા રિવાજની વિરુદ્ધ આ તારો કાગળ હું સાચવી રાખું છું કે જેથી જ્યારે તને શુદ્ધિ આવે ત્યારે તારા કાગળની ઉદ્ધતાઈ જોઈ ને તું રડે અને એ મૂર્ખાઈ તરફ તું હસે. તને મહેણું મારવાને સારુ એ કાગળ નથી સાચવતા. પણ ઈશ્વરને એવા પ્રસંગ બતાવ હોય મને હસાવવા સારુ એ કાગળ સોચવું છું. દોષથી તો આપણે સૌ ભરેલા છીએ. પણ દોષમુક્ત થવાને આપણે બધાને ધર્મ છે. તું થા. આજે ‘હિંદુ’માં એક અંગ્રેજના લેખ બહુ સુંદર આવ્યા છે. એણે દેશની સ્થિતિનું આબેહૂબ વર્ણન કર્યું છે. નામ આપ્યું ૨૮-૪-'રૂ ૨ હોત તો તે લેખની કિંમત વધત. સરાજિની દેવી અહી આવ્યાના ખબર મળ્યા. ગુલઝારીલાલની માંદગીની વાત કરતાં કહે : ઈશ્વર એને બચાવે તો સારુ. ગુજરાતમાં ઓતપ્રોત થઈ જનાર પ્યારેલાલ જેવા પંજાબી એ બીજે છે. પ્યારેલાલના કરતાં એક રીતે ચઢે. કારણ પ્યારેલાલને આળપંપાળ ન મળે. આને શ્રેરી છોકરાં, ઘણાને વિરાધ. વળી એ માણસ ભારે વ્યવસ્થાશાવાળા અને સત્યનો જબરદસ્ત પૂજારી છે.” આજે સાંજે અબ હમ અમર ભયે ન મરેંગે' એ ગીત ગાયું. બાપુ કહે : “ આ ભજન કાઢી નાખવા જેવું છે. અમર થવાપણું શું છે કે અમર ભયે કહીએ ? એ તો આગળ જઈને કારણ આપે છે કે મિથ્યાત્વ છોડયું એટલે હવે દેહ શેના ધરીએ ? વળી આ દેહું મોક્ષ નથી એ પણ હું તો માનનારા છું. અને એ વાત ખેલવાપણું હોય નહી. આપણે તો ગાવાપણું હોય જ નહીં. ભક્તનાં જે પદ હોય એ આપણી ભજનાવલમાં કામ આવે. આમાં તો જૈનનો તક વાદ છે; ભક્તિરસ નથી. અને આપણે સમાજ માટે ભક્તનાં ભજન મૂકવાં જોઈ એ.” મેં એમાંના સારા ભાવ ટાંકીને બચાવ કર્યો. ત્યારે બાપુ કહે : “ એ બીજા ભજનમાં પણ આવે છે.” e આ જ રીતે બાપુ કહે : “તત્રહ્મ નિસ્ટમમ્’ ગાવાવિષે પણ મારા પુરાતન ઝઘડે છે જ. ‘દિલમાં દીવો કરો રે દીવા કરે', એ ભજન પણ મને નથી ગમતું, એમ એમણે એક વાર કહ્યું. જો એ ન ગમે તો ‘ હરિને ભજતાં હજી કેાઈની લાજ જતાં નથી જાણી રે’ એમાં તે ભક્તોનાં નામ સિવાય, ૧૨૬ Gandhi Heritage Portal