પૃષ્ઠ:Mahadevbhaini Diary - Part 1.pdf/૧૩૬

વિકિસ્રોતમાંથી
આ પાનાનું પ્રુફરીડિંગ બાકી છે

________________

&&તમે મારી સામે જે પુરાવાને આધારે ફેસલે આપ્યા છે તે પુરાવાથી મને અજ્ઞાનમાં રાખવામાં આવ્યું છે અને હવે ફે લે એવે વખતે આપ છે જે વખતે હું મારો બચાવ કરી શકું એવી સ્થિતિમાં નથી.' e એટલે દગાની નીચતા વધે છે. બાપુ કહે : “ મારા દાવે વધારે પડતો કહે છે તે પણ ખોટું છે. કોઈ પણ પ્રજાને સ્વતંત્રતા માટેના દાવો શા માટે વધારેપડતો કહેવાય ? હું જે ઇંગ્લંડની પાસે ગુલામીખત લખાવવા માગતો હાઉં” તો એ દાવા વધારે પડતો ગણાય ખરા. અને મારા ભાષણમાં કેંગ્રેસની માગણી જણાવી; પણ ચર્ચામાં તો હું ઘણીયે બીજી દરખાસ્તો ચર્ચાતા હતા.” લેડ અવિનને પણ એક કાગળ લખાવ્યા હતા. પણ પછી તે રદ કર્યો. એમ કહીને કે, ૮ એ ભાષણનો પૂરો રિપાટ જેવો જોઈએ. એક રિપોર્ટમાં જે આવ્યું છે તે એને કહેવાનો અધિકાર છે, બીજા રિપોર્ટની સામે થઈ શકાય છે. પણ શા માટે આપણે કાંઈ માની લેવું ? પાછળથી શું, કાંઈ લખવાની જરૂર જણાશે તો.” સેમ્યુઅલ હાર ઉપર પણ એક કાગળ લખ્યા. એને “હું આપનો ભારે ઋણી છુ” એમ લખાવ્યું હતું. તેમાંથી “ ભારે’ શબ્દ કાઢી નાખ્યા. આજે સવારે ડાહ્યાભાઈની વહુ યશોદાના મરણના તાર આવ્યા. નાનકડા સરખા જીવનમાં બિચારીએ કેટલું સહન કર્યું ? २-५-३२ કેટલું સહન કરાવ્યું ? અને ગઈ! ડાહ્યાભાઈ જેવા નિષ્ઠાવાન પતિ ભાગ્યે જ હોઈ શકે. એણે તો પોતાનું ત્રણ પૂરેપૂ ર્ડ અદા કર્યું. બાપુએ એના મરણને ડાહ્યાભાઈ ઉપર કરેલા તારમાં Release from living death - જીવતા મરણમાંથી છુટકારા તરીકે જણાવ્યું. યશોદા જીવશે નહીં એ તો જાણતા જ હતા. છતાં આજે આખો દિવસ એ આંખ આગળ આવ્યા કીધી અને એના મરણમાંથી અનેક વિચારો આવ્યા કીધા. એ તાર આવ્યા તેની પાંચદસ મિનિટ પહેલાં ડગલાસ કલેકટર ( મિદનાપુર )નું ખૂન થયાનું વાંચ્યું. એ વિષે પણ બહુ લાગ્યું. ૮૬ બંગાળમાં અંગ્રેજો જિદગીના જોખમમાં રહેતા હશે એ વિષે કશી શ કા નથી. એનાં બચ્ચાં-છોકરાંનું શું ? આપણે પોતાને પારકાની સ્થિતિમાં મૂકીએ ત્યારે હિંસાની ભીષણતા કલ્પનામાં આવે છે. બાપુએ કહ્યું : ૬૮ 'પછમાં પણ અંગ્રેજોની આ જ સ્થિતિ હશે.” આ વખતે બાપુની ટપાલ કંઈક હળવી કહેવાય. કાગળે એાછા અને કંઈક હળવા છે. પરશુરામે . . .ના લગ્ન સંબંધે સવાલ પૂછેલા તેને ૧૩૨ Gandhi Heritage Portal