પૃષ્ઠ:Mahadevbhaini Diary - Part 1.pdf/૧૩૯

વિકિસ્રોતમાંથી
આ પાનાનું પ્રુફરીડિંગ બાકી છે

________________

આજે આશ્રમની ટપાલ આવી તેમાં પ્રેમાબહેનના કાગળમાં ઠીક અળવો અને બળાપો હતો. બાપુ કહે : “ એ છોકરીએ ઘણી વાતો વિચારવા જેવી પૂછી છે.” આજે સવારે રામદાસને આ પ્રમાણે કાગળ લખ્યો : ‘ચિ. રામદાસ, નારણદાસનો કાલે કાગળ મળ્યા તે ઉપરથી જેવું છું કે નિમુ આશ્રમમાં આવી ગઈ છે. ૪-૧-રૂ ૨ - “ મને ધાસ્તી છે કે કદાચ હું ગયે વખતે મારે કહેવાનું e હતું તે ન સમજાવી શકો હાઉં. મારા અભિપ્રાય પ્રથમથી જ આ રહ્યો છે. સત્યાગ્રહી ખોરાકને સારુ ઝઘડામાં કયાંય ન ઊતરે. જે મળે તે ઈશ્વરને પાડ માનીને ખાઈ લે. “ કેદીના શરીરને ઉપરી દરાગે છે. એટલે માનસહિત જ્યાં લગી ખોરાક મળે, ગંદો ન હોય, અને અખાદ્ય ન હોય ત્યાં લગી તે લે અને પચે તેમ લાગે તે ખાય, નહીં તો ફેકી દે. એ ઠે ન કર્યો હોય તો પાછો આપી દે. આ યુગમાં કેદીના ખારાકની પસંદગીમાં થોડેઘણે અંશે આરોગ્યશાસ્ત્રના નિયમ જળવાય છે. પણ માત્ર રોટલા ને પાણી જ આપે તો શું થાય ? « અમલદારની સાથે આવી બાબતમાં વિવેકી ચર્ચા કરી શકાય, લડાઈ ન કરાય. દોંગામસ્તી કરીને ઘણી ચીજો મળી શકે છે, મળી શકી છે; પણ તે આપણને ત્યાજ્ય છે. 64 તેથી હું માનું છું કે ભાજીની બાબતમાં મુક્લ ઝઘડા ન થવા જોઈ એ. જેને ઠીક લાગે તે ખાય, ન ઠીક લાગે તે છોડે. રેલા દાળ મળે તે પણ ઈશ્વરનો પાડ માનીએ.” સુપરિન્ટેન્ડન્ટ સાહેએ આજે કેંપ જેલમાં મુંબઈના કેટલાક સત્યાગ્રહી કેદીએાએ કરેલી ધિંગામસ્તીની વાત કરી. એક માણસે બીજાના માથામાં ત્રણ ઈંચના ઘા પાડ્યો છે. સુપરિન્ટેન્ડન્ટ કહે : “ આની સજા ફટકા છે. પણ એ ન કરી. મેં માત્ર નોટિસ આપી છે કે હવે આવું થશે તો મારે તે સજા નકે કરવી પડશે.” એ બાપડો કહે : “ મારી આખી તેકરીમાં બે કે ત્રણ વાર ફટકાની સજા કરી છે. મને ફાંસી કરતાં એ ખરાબ લાગે છે. જે એ કેસમાં એ કરી હતી એ ભયાનક કેસો હતા. એક કેદીએ બીજાની આંખ લગભગ ફાડી નાખી હતી.” ૧૩૫ Gandhi Heritage Portal