પૃષ્ઠ:Mahadevbhaini Diary - Part 1.pdf/૧૪

વિકિસ્રોતમાંથી
આ પાનાનું પ્રુફરીડિંગ થઈ ગયું છે

સ્મિત કર્યું. વલ્લભભાઈ કહે: “ આ વખતે પણ એમ જ છે. પણ શું કરીએ, Caravan passes ! (કારવાં – સંધ આગળ ચાલ્યા જાય છે!) ”

* **

વલ્લભભાઈની ગમ્મત આખો દિવસ ચલતી જ હોય. બાપુ બધી વસ્તુમાં “ સોડા” નાખવાનું કહે છે એટલે વલ્લભભાઈને એ એક મોટો મજાકનો વિષય થઈ પડ્યો છે. કંઈક અડચણ આવે એટલે કહે : “ સોડા નાંખાની !” અને એની હાસ્યજનકતા બતાવવાને સારુ ... વૈદ્યના નેપાળાની વાત કરીને ખૂબ હસાવ્યા.

આજે બાપુએ ઇમર્સનના કાગળનો જવાબ આપ્યો. એમાં સાથીઓ પ્રત્યેની વફાદારી (loyalty to colleagues) અને સત્ય પ્રત્યેની વફાદારી ( loyalty to truth) એ બે વસ્તુ વિષે મહત્ત્વના ઉદ્ગાર બાપુએ કાઢ્યા, અને પેલાની આંખ ઉઘાડવાનો પ્રયત્ન કર્યો.

१४-३-'३२બાપુએ સરકારને કાગળ લખેલો ( મુલાકાત વિષે), તેનો ઉત્તર આજે આવ્યો. બાપુએ “પોલિટિકલ’ની વ્યાખ્યા માગી હતી, અને પોતે જે અર્થ કરે છે તેના વિસ્તાર કર્યો હતો. સરકારે માત્ર લખ્યું જે “ પૉલિટિક્સ ’માં મુદ્દલ ભાગ ન લેતા હોય તે મળી શકે. બાપુ કહે : "છતાં જેલમાં જતા હોય કે સવિનયભંગની લડતમાં ભાગ લેતા હોય તે, એમ નથી લખ્યું એટલે પોલિટિકસનો અર્થ આખરે મારા ઉપર છોડ્યો લાગે છે.” મને પણ વિચાર કરતાં એ જ લાગ્યું હતું.

* **

આજે બાપુનો આશ્રમની ટપાલનો દિવસ હતો. વલ્લભભાઈના શબ્દમાં ' હોમવર્ડ મેલ ડે'. એટલે લગભગ ૪ર કાગળ આશ્રમમાં અને બીજા પાંચ સાત લખ્યા. નારણદાસભાઈના કાગળમાં અવયવોના સદુપયોગને વિષે — જરામરણ વિષે – કેટલાક સહજ પણ અતિમહત્ત્વના ઉદ્ગારો અનાયાસે જ લખાવાઈ ગયા છે, તે જોવા જેવા છે. પરસરામની ઉપર પ્રારબ્ધ પુરુષાર્થ વિષે કાગળ લખ્યો છે તે નોંધવા જેવો ગણાય. તિલકનની ઉપર. विषया विनिवर्त्न्ते વિષે જે વિસ્તાર કર્યો છે તે આખો અહીં ઉતારું છું :

"In working out plans of self-restraint, attention must not for a moment be withdrawn from the fact that we are all sparks of the divine and therefore partake of its nature and since there can be no such thing as self-indulgence with divine, it must of necessity be foreign to human

૧૪