પૃષ્ઠ:Mahadevbhaini Diary - Part 1.pdf/૧૪૦

વિકિસ્રોતમાંથી
આ પાનાનું પ્રુફરીડિંગ બાકી છે

________________

એ માણસની ભલમનસાઈ આ કિસ્સામાં સ્પષ્ટ દેખાઈ આવી. સરોજિનીએ યશોદાના મૃત્યુ ઉપર સુંદર કાગળ લખીને સરદારને આપ્યા. a મણિબહેન (પરીખ), શંકરલાલ, વન, મોહન, દીપક મળવા આવ્યા. મે મુલાકાત લીધી. ઘરનાં જ માણસો આવ્યાં હોય તેમ લાગ્યું. નરહરિનું વજન ૨૮ રતલ ઘટયું છે, એની પરવા નથી; પણ ત્યાંના દુષ્ટ વાતાવરણથી ત્રાસ થાય છે. મણિબહેનની આંખમાં વાત કરતાં કરતાં પાણી આવ્યાં. આજે માલવીજીએ સુંદર સ્ટેટમેંટ બહાર પાડયું છે. બાપુ કહે : “ બહુ શોભે એવું સ્ટેટમેંટ છે. એમાં એક પણ નબળું વચન નથી. અને પંડિતજી માટે આ ટૂંકામાં ટૂંક સ્ટેટમેન્ટ કહેવાય. સરકારને ચેલેજ જેવું જ કહી શકાય.” માલવીને છોડી મૂકયા તેને માટે “ લીડર ' સરકારને ધન્યવાદ આપે છે અને સરકારના કૃત્યને ઉદાર કહે છે. બાપુ કહે : * માલવજીને ફાંસીની સજા કરી હોત અને પછી તેને જન્મદેશનિકાલમાં ફેરવી નાખત તો તેને પણ ‘લીડર’ ઉદાર કહે ના ?' એવું છે.' મતાધિકાર કમિટીની ભલામણાની છાપામાં અટકળ થાય છે તે ઉપર બાપુએ એક સૂચક વાકય કહ્યું : “ ગમે તેવા --'૩૨ વિશાળ મતાધિકાર હોય પણ સત્તા ન હોય તો તે નકામું. ગમે તેવા સાંકડા મતાધિકાર હેાય પણ સત્તા હોય તો તે કામ આપે.” આજે બે હાથે ચલાવવાના રેટિયો (મગન રેટિયા) આવ્યા. એને બાપુ કાલથી ચલાવવાનો આરંભ કરવાના છે. મણિબહેન (પરીખ), ધીરુ, કુસુમ, ગિરધારી બાપુને મળવા આવ્યાં. મણિબહેન આખો વખત રાતાં હતાં એમ બાપુએ કહ્યું. મારી આગળ એની ધીરજ રહી પણ બાપુની આગળ ન રહી. બાપુની આગળ શેની રહે ? જેની પાસે વધારે આશ્વાસન મળે તેની આગળ માણસ વધારે ગળગળા થઈ જાય છે. એક ઈબ્રાહીમજી રાજકોટવાળા નામના મુસલમાને લખ્યું કે બુદ્ધિથી ઈશ્વર સાબિત થઈ શકતો નથી ! એને બાપુએ લાંબા કાગળ લખ્યો, કારણ એણે પરબીડિયું મેકલીને જવાબ માગ્યા હતા. a “ તમારા કાગળ મળ્યો. ઈશ્વરની હસ્તીને સારુ બુદ્ધિની પાસે પ્રમાણ માગો તો ક્યાંથી મળે ? કેમ કે ઈશ્વર એ બુદ્ધિથી પર છે. બુદ્ધિથી આગળ કંઈ ૧૩૬ Gandhi Heritage Portal