પૃષ્ઠ:Mahadevbhaini Diary - Part 1.pdf/૧૪૧

વિકિસ્રોતમાંથી
આ પાનાનું પ્રુફરીડિંગ બાકી છે

________________

નથી એમ જે કહો તો મુશ્કેલી આવે છે ખરી. બુદ્ધિને સર્વોત્તમ પદ આપી દઈ એ તો આપણે બહુ મુશ્કેલીમાં આવી પડીએ છીએ. આપણા પોતાનો જીવ કે આત્મા એ પોતે જ બુદ્ધિથી પર છે. તેનું અસ્તિત્વ સિદ્ધ કરવાને સારુ બુદ્ધિના પ્રયોગો થયા છે. તે તે ઈશ્વરને વિષે પણ કહી શકાય. પણ જેણે આત્માને અને ઈશ્વરને બુદ્ધિથી જ જાણ્યું છે તેણે કાંઈ જ જાણ્યું નથી. બુદ્ધિ ભલે એક કાળે જ્ઞાન મેળવવામાં મદદગાર થઈ હાય, પણ જે માણસ ત્યાં અટકી જાય છે તે આત્મજ્ઞાનનો લાભ તો મુલ ઉઠાવી નથી શકતા. જેમ કેાઈ અનાજ ખાવાના ફાયદા બુદ્ધિથી જાણે તે અનાજ ખાવાથી થતા ફાયદાને નથી ઉઠાવી શકતા તેમ. આત્મા કે ઈશ્વર જાણવાની વસ્તુ નથી. તે પોતે જાણનાર છે. અને તેથી જ તે બુદ્ધિથી પર છે. ઈશ્વરને ઓળખવાના બે ટપા છે. પહેલા પે શ્રદ્ધા અને બીજો અને છેલ્લે ટાપો તેમાંથી થતું અનુભવજ્ઞાન, દુનિયાના મોટામાં મોટા શિક્ષકાએ પોતાના અનુભવની સાક્ષી પૂરી છે. અને જેને દુનિયામાં મૂરખ ગણીને કાઢી નાખીએ તેઓએ પણ પોતાની શ્રદ્ધાનો પુરાવો આપે છે. એની શ્રદ્ધાની ઉપર આપણે આપણી શ્રદ્ધા રચીએ તો કોઈક દિવસ અનુભવ પણ મેળવશું. એક માણસ બીજાને આંખેથી જુએ, પણ બહેરા હોવાથી કાંઈ સાંભળે નહી અને પછી કહે કે મેં એને સાંભળ્યા નથી, તે એ બરાબર નથી. એમ જ બુદ્ધિથી ઈશ્વરને નથી ઓળખી શકાતો એ વાક્ય અનાનસૂચક છે. સાંભળવું એ જેમ આંખનો વિષય નથી તેમ ઈશ્વરને ઓળખવા એ ઇંદ્રિયાના કે બુદ્ધિનો વિષય નથી. એને સારુ નોખી શક્તિ જોઈ એ અને તે અચળ શ્રદ્ધા છે. બુદ્ધિને ક્ષણે ક્ષણે ભમાવી શકાય છે. એમ આપણે જોયું છે. ખરી શ્રદ્ધાને ભમાવી શકે એવા મારી આજ લગી પૃથ્વીના પડ ઉપર જોવામાં આવ્યા જ નથી.” આજે બાપુએ મુગન રેટિયા ઉપર એ એક કલાક મહેનત કરી અને આખરે ૨૪ તાર કાઢયા ત્યારે તેમને શાંતિ થઈ. ૬-૬- રૂ ૨ વલ્લભભાઈ આખે વખત હસતા હતા અને કહેતા હતા :

    • જેટલું કાઢશે તેથી વધારે બગાડશે.” બાપુ કહે : ** એ તો મારા ડાબા હાથે કાંતવા વિષે પણ હસનારા તમે હતા નો ? જુઓ આ તાર નીકળવા માંડ્યો. હવે તમે આ તરફ નહીં જોશો ત્યાં સુધી એ તાર નીકળ્યાં જ કરો.”

" આજે ગંગાબહેનના મૃત્યુના ખબર આવ્યા. એમને ખબર પડી ગઈ હતી કે મૃત્યુ આવે છે એટલે સાવધ હતાં, અને રામનામનો જપ જપતાં ૧૩૭ Gandhi Heritage Portal