પૃષ્ઠ:Mahadevbhaini Diary - Part 1.pdf/૧૪૪

વિકિસ્રોતમાંથી
આ પાનાનું પ્રુફરીડિંગ બાકી છે

________________

અશક્તિને કારણે આશ્રમમાં બીજા ને પણ એ દિશામાં આગળ વધવાનું મુશ્કેલ થઈ પડે છે. તેઓની ઈચ્છા છે પણ તેમની સામે સંપૂર્ણ પદાર્થપાઠ નથી. અહીં એ સુંદર બિલાડીનાં બચ્ચાં છે. એની મા તેમને નજર બહાર થવા દેતી નથી અને માની મૂક વર્તનમાંથી તેઓ પોતાના પાઠ શીખે છે. એટલે આચાર એ જ મુખ્ય વસ્તુ છે. હમણાં હમણાં તો હું કેટલીયે બાબતમાં લાચાર બનીને હારી જાઉં છું. પરંતુ જે અનિવાર્ય છે તેનો શોક કરવા મિક્યા છે.” - સરોજિની દેવીએ પોતાના પકડાવાનું વર્ણન આપીને લખ્યું કે એનું વર્ણન - તાજમહાલમાં સૂવા દીધી એ વાતનું પોતાની દીકરીને આપ્યું ત્યારે લીલાએ કહ્યું કે અમને મધ્યકાળનો ક્ષાત્રધર્મ યાદ આવે છે. બાપુએ કહ્યું : "I do not know that I would share Lilamani's enthusiasm. Chivalry is made of sterner stuff. Chivalrous knight is he who is exquisitely correct in his conduct towards perfect strangers who are in need of help, but who can make no return to him and who are unable even to mutter a few words of thanks. But of these things some other day and under other auspices." લીલામણિના ઉત્સાહમાં હું સામેલ થઈ શકે એમ મને લાગતું નથી. ક્ષાત્રધર્મ એ ધણી સંગીન વસ્તુ છે. ખરો ક્ષત્રિય તો એ ગણાય કે જેનું વર્તન, જેને વહારની જરૂર હોય, જે એને કશો જ બદલે આપી શકે એમ ન હોય - એટલે સુધી કે ધન્યવાદનો એક શબ્દ પણ ઉચ્ચારી શકે એમ ન હોય, એવી અજાણી વ્યક્તિ પ્રત્યે પણ, અણિશુદ્ધ ખરું હાય. પણ આ વિષે બીજી કોઈક વાર અને બીજે અનુકૂળ પ્રસંગે.” ટપાલ ગેરવલે જાય છે, કાગળા મેડા મળે છે. એ વિષે ડૉઈલને લાઓ કાગળ લખ્યા. અને કાકા, પ્રભુદાસ અને નરહરિને સાથે રાખવા વિષે પણ કાગળ લખ્યા. આજે કાંઈ ખાસ નોંધવા જેવું નથી. ડાહ્યાભાઈ આવ્યા હતા. બિચારા રાયા. બાપુ કહે : “ હું નહોતો ધારતો કે રાશે. બાળક ૭——'રૂ ૨ તે હસતા હતા. હજી બિચારો એ ઉંમરે પહોંચ્યું નથી કે જ્યારે માનું દુઃખ અનુભવી શકાય. મારી દશા હજી સને યાદ આવે છે. પણ ડાહ્યાભાઈનું શું ? વલ્લભભાઈ પણ ૩૦ વર્ષની ૧૪૦ Gandhi Heritage Portal