પૃષ્ઠ:Mahadevbhaini Diary - Part 1.pdf/૧૪૫

વિકિસ્રોતમાંથી
આ પાનાનું પ્રુફરીડિંગ બાકી છે

________________

ઉંમરે ઘરભંગ થયા હતા. એમણે તો એમનું વિધુરત્વ દીપાવ્યું. એમા વિધુર દીપાવવું એ કાંઈ સહેજ વસ્તુ નથી. ડાહ્યાભાઈ ને પ્રભુ સહાય કરો. e ડાહ્યાભાઈને શનિવારે આવવાની ભારે અગવડ પડે છે. રવિવારે એક કલાક સુપરિન્ટેન્ડન્ટ કાઢે તે ખુશીથી કાઢી શકે છે. એમને સ્પષ્ટ પૂછવામાં આવ્યું : તમે રવિવારે શું કરે છે? તો કહે : એઠો રહું છું. અઠવાડિયામાં એક જ દિવસ મળે છે ના? પણ ડાહ્યાભાઈની અગવડ અને હાલની સ્થિતિ જોઈને પણ એના મોંમાંથી એમ વચન નથી નીકળતું કે ભલે ત્યારે એ રવિવારે આવે ! અજબ માણસ છે. એનામાં ભલમનસાઈ તે છે જ; પણ તેની મર્યાદા છે. અને એ મર્યાદા સત્તાના ખાટા ખ્યાલની છે. ' - અપ્ટન સિંકલેરના કાગળ આવ્યા. તેણે બધાંય પુરતકે પોતાનાં મોકલ્યાં છે. છેવટે પોતાની આત્મકથા મેકલી. સાથે નોબેલ પ્રાઈઝ માટેની પત્રિકા મોકલી છે એમાં પિતાને વિષે બીજાએ આપેલા અભિપ્રાય ટાંક્યા છે અને પોતાને નોબેલ પ્રાઈઝ મળવું જોઈ એ એમ પોતે પણ પ્રતિપાદન કરવાનો પ્રયત્ન કર્યો છે. ક્યાં પેલે સિંકલેર લૂઈ અને ક્યાં હું અન સિંકલેર ! એવો ભાસ આવે છે. આ બધી અમેરિકન રીત છે. એને શા. વાંક કાઢીએ ? અમેરિકામાં આ બધું સ્વાભાવિક હોય એમ લાગે છે. બાપુએ એને એક લીટી લખી : ‘તમે પત્રિકા મોકલી એ હું નથી સમજી શકયો !” બાપુ વલ્લભભાઈની પાસે અનેક બાબતમાં રસ લેવડાવવાના પ્રયતની કરી રહ્યા છે. કાલે હીરાલાલની ખગલ ચિત્રમ' નામની ૮––'રૂર ચોપડી આવી. તેનાં પૂઠાં ઊખડી ગયેલાં હતાં, અને તેને સાંધનાર ટાંચણીએ પણ જૂની કટાઈ ગયેલી હતી. બાપુ વલ્લભભાઈને કહે : “ કેમ, આ તમને સોંપી દઉં ના ? તમે મુક બાઈન્ડરનું કામ કદી કર્યું છે ? ન કર્યું હોય તો શીખવીશ. પછી આજે સવારે આંટા મારતાં કહે : “ તમને વલ્લભભાઈ, નાનાં નાનાં કામો કરવાના શાખ નાનપણથી છે કે અહીં કેળવ્યા? એટલે તમે કારીગર હતા કે અહીં* જ થયા ? ” વલ્લભભાઈ કહે : K૬ ના, એવું કાંઈ નહીં, પણ જોઈ એ એટલે સૂઝે.” બાપુ કહે : “ એ વસ્તુ જન્મસહજ છે. દાસબાબુ સેયમાં દોરે પણ ન પરાવી શકે એવા હતા. માતીલાલજી અનેક વસ્તુઓ કરી લે. ” મેં કહ્યું : ૮% મોતીલાલજીએ પાણી જતુરહિત કરવાના સંચે પોતે જ ઘરમાં બનાવ્યા હતા. અને બધાં માંદાંને જંતુરહિત પાણી જ પાતા.” આજે વલ્લભભાઈ એ હીરાલાલની ચોપડી સુંદર સીવી અને એની પાછળ પટ્ટી ૧૪૧ Gandhi Heritage Portal