પૃષ્ઠ:Mahadevbhaini Diary - Part 1.pdf/૧૪૮

વિકિસ્રોતમાંથી
આ પાનાનું પ્રુફરીડિંગ બાકી છે

________________

આપ્યા : “ સત્ય જ પરમેશ્વર સૂઝયું ત્યારે ‘ દિમથેન વાળ ' મંત્ર મારી સામે હતો કે નહીં એનો કંઈ જ ખ્યાલ નથી. આવી વસ્તુઓ મને સૂઝે છે ત્યારે તે કેમ જાણે મૌલિક હાય નહીં એમ તે હૃદયમાંથી નીકળે છે, મારે સારુ તે અનુભવસિદ્ધ જેવું કહેવાય.”. આવું જ નિખાલસપણે એમણે એક દિવસ સુપરિન્ટેન્ડન્ટને જવાબ આપતાં વાપરેલું. સુપરિન્ટેન્ડન્ટની સાથે ચમકારાની અને સિદ્ધિની વાતો થતી હતી. નટરાજનને કાગળ લખે તે બરાબર છે એમ સુપરિન્ટેન્ડન્ટે કહ્યું, અને પૂછયું: ‘* પણ આવી સિદ્ધિ હાય ખરી કે નહીં ? અને હોય તો તેના ઉપાગશે ? ” ૮૪ ઉપગ એ કે એ અંતિમ દશાએ પહોંચવા પહેલાંની એક અવસ્થા છે. માણસને એની ખબર પણ ન પડવી જોઈએ. એ સિદ્ધિ વાપરવાની છે જ નહીં. એને અનાયાસે ઉપગ થતો હોય તે જુદી વાત છે.” “ એને વિષે માણસ અજાણ હોય એમ બને ? ” બાપુ કહે : f“ હા, હું અજાણ હતા.” ** તમારામાં એવી કોઈ શક્તિ છે ? ?” બાપુ કહે: ‘ હા, એવી કાઈ એટલે ચમતકાર કરવાની નહીં, પણ બીજી. મને કયાં ખબર હતી કે હોય છે કે અમુક ઠેકાણે હું અમુક બાલીશ, પણ ઈશ્વર યોગ્ય શબ્દ આપી દે છે. એ એક શક્તિ છે. પણ એનો ઉપયોગ શે ? આપોઆપ એ પ્રગટ ભલે થાય.” અશ્ચિમ મેકલવાને માટે કાંઈક લખવું એમ બાપુએ કહ્યું હતું. મેં

  • મંદિરનાં દર્શન’ નામનું નાટક નાશિકમાં વિચારેલું 3-4- રૂ ૨ તેનાં પાંચ દૃશ્ય લખી કાઢયાં. પણ બાપુ કહે: ‘“ એ

જેલમાંથી ન મોકલી શકાય. એવું આ લાકે પાસ ન કરે અને પાસ કરે તોપણ એમની વાવણી થાય. લખીને રાખી મૂકે, અને બહાર જઈ ને છાપજો.” a બાપુ બિલાડીનું ઠીક નિરીક્ષણ કરી રહ્યા છે. આજનો કાગળ બિલાડી ઉપર બાંધે છે. બિલાડીનું રાતનું જે દર્શન થાય છે તે જોવા જેવું હોય છે. પરવલ્લી ઉપર એનું એક સ્થાન અને એકાગ્ર આંખ આપણા જ્ઞાનીઓએ જોઈ નહીં હોય, નહીં તો કહેત કે ભગવાન ઉપર એવું ધ્યાન લગાવા. પણ કાલે તે એક બીજી ખૂબી જોઈ. પરવલ્લી બિલાડીની પાસે આવતી જતી હતી એટલે બિલાડીએ પૂ છડી હલાવવા માંડી. પછી પરવલ્લી પાછી વળી અને ભેંત ઉપર ઊલટી દિશામાં ચાલી. બિલાડી બૂમો પાડવા લાગી, જાણે પરવલીને કહેતી હોય ને કે તું કયાં ભાગી જાય છે ? ભલી થઈ તે મારા મોંમાં આવ ! જે અંગ્રેજો પ્રામાણિકપણે ૧૪૪ Gandhi Heritage Portal