પૃષ્ઠ:Mahadevbhaini Diary - Part 1.pdf/૧૪૯

વિકિસ્રોતમાંથી
આ પાનાનું પ્રુફરીડિંગ બાકી છે

________________

એમ માને છે કે હિંદુસ્તાન પર વિલાયતનો કબજો હોવો જ જોઈએ, તેઓ આ બિલાડીની યાદ આપે છે. સાપની ઉપમા કરતાં આ બિલાડીની ઉપમા યોગ્ય છે. કાલે મગનચરખો ચલાવતાં તેની ઉપર જમણા હાથ બેઠો એટલે બાપુ ઉત્સાહમાં આવ્યા. આજે ચરખે કેમે ચાલે નહીં. ૨ ૦-૬-રૂ૨. વલ્લભભાઈને સવારનું કહી રાખ્યું હતું કે “ તમારા શાપ નહીં લાગે તો ચાલશે.” ૯-૧૦ વાગ્યા સુધી ચલાવ્યું પણ પૂણી બગડવા ઉપરાંત કશું પરિણામ ન આવ્યું. વલ્લભભાઈ કહે : “ એક કોકડું ઉતારીને બીજું ભર્યું કે શું ?” બપોરે પણ એ જ પ્રકાર. રેટિયાનાં જોતરાં ટાઈટ કય’, તેલ પૂછ્યું , બધાં વાનાં કર્યા, મેં પણ ઘડીક વાર માથું માર્યું, પણ ચાલે જ નહીં. વલભભાઈ ઊંધીને ઊડ્યા એટલે કહે : ** ખૂબ કાંત્યુ, હવે બંધ કરો.” બાપુ કહે : કાંત્યું, કાંત્યું. અમારા સંઘ અટકી પડવાના નથી. આખરે સેમ્યુઅલ હારની પાસે બેસનારો હું રહ્યો ના ! ” વલ્લભભાઈ: {નીચે બહુ કાંતેલું પડયું દેખાય છે.’’ સાંજે તે વલ્લભભાઈની પણ મકરી ચલાવવાની વૃત્તિ નહોતી રહી. બાપુએ ડાબે હાથે શરૂ કર્યું. લગભગ પાંચ કલાક મહેનત કરી હશે. બાપુ સાંજે તદ્દન થાકેલા હતા; લોથપોથ થઈને આઠ વાગ્યા પહેલાં પગ ચાળાવતા ચળાવતા ઊધવા લાગ્યા. અને ઊઠીને તુરત સૂઈ ગયા. જતાં જતાં વલ્લભભાઈને કહે : “ જોજો કાલે રેંટિયે જરૂર ચાલવાનો છે. શ્રદ્ધા મોટી છે.” વલભભાઈ કહે : “ આમાં પણ શ્રદ્ધા.” બાપુ કહે : “ હા, હા, શ્રદ્ધા તો ખરી જ.” સ્વિટઝર્લેન્ડમાં એફી એરિસ્ટાશા નામની પ્રિન્સેસ મળી હતી તેના કાગળ ચાલ્યા જ આવે છે. બાપુનાં લખાણ વાંચવાથી અને મળીને એ બાઈના ઉપર ભારે અસર થઈ છે અને એ અસરની જ વાત કરે છે. ફાધર એલ્વિને આજે રામકૃષ્ણ પરમહંસનું વચન સુદર અલંકૃત અક્ષરે એક કાગળ ઉપર ચીતરેલુ કહ્યું : "When you are at work, use only one of your hands and let the other touch the feet of the Lord. When your work is suspended, take his feet in both your hands and put them over your heart." ૧૪૫ Gandhi Heritage Portal