પૃષ્ઠ:Mahadevbhaini Diary - Part 1.pdf/૧૫

વિકિસ્રોતમાંથી
આ પાનાનું પ્રુફરીડિંગ થઈ ગયું છે

nature. If we get a heart-grasp of that elementary fact, we should have no difficulty in attaining self-control and that is exactly what is implied in the Gita verses we sing every evening. You will recall that one of the verses says that the craving for self-indulgence abates only when one sees God face to face."

"જીવન સંયમપરાયણ બનાવવાની યોજના ઘડતી વખતે એક ક્ષણ પણ એ વસ્તુનું વિસ્મરણ ન થવું જોઈએ કે આપણે બધા જ પરમાત્માના અંશ છીએ અને તેથી એના સ્વભાવ આપણામાં રહેલા છે. અને પરમામાને વિષે સ્વછંદ જેવી વસ્તુ હોઈ જ ન શકે. એટલે સાબિત થાય છે કે સ્વચ્છેદ માનવ-સ્વભાવને પણ પ્રતિકુળ છે. આ મૂળ વસ્તુ હૃદય સોંસરવી ઉતરી જાય તે સંયમ સાધવામાં કશી મુશ્કેલી ન પડે. આપણે રોજ ગીતાપાઠ કરીએ છીએ તેમાં બરાબર આ જ ધ્વનિ છે. એ સ્લોક્ક તમને યાદ હશે, જેમાં કહ્યું છે કે વિષયમાંથી રસ ત્યારે જ જાય છે જયારે પરમાત્માનું દર્શન થાય છે.”

બાળકોના કાગળમાં એક વસ્તુ મહત્ત્વની જણાવી : "આજના સમય લાંબા કાળ લગી ચાલ્યા કરે તો આપણને થાક નહીં લાગવો જોઈ એ અને જો એને થાકનું કારણ માની લઈ એ તો થાક લાગ્યા વિના રહે જ નહીં.”

. . . જેવા અહીં પણ બાપુને પોતાની દીકરીના શિક્ષણ વિષે કાગળ લખીને અભિપ્રાય પુછાવે ! એને લખેલા એક કાગળમાં વર્ણાંતર લગ્ન વિષે બાપુના વિચાર હજી આગળ ચાલ્યા એમ જણાય છે. એને આમ લખ્યું : "મેરા યહ ભી વિસ્વાસ હૈ કિ શાદી જાતિ કે બાહર હોની ચાહિયે. મર્યાદા વૈશ્ય તક હી બઢાઈ જાય તો ભલે, પરંતુ યોગ્ય પતિ વૈશ્ય કે બાહર હી મિલે ઔર લડકી ઉસે પસંદ કરે તો ઉસકા રોકના નહી ચાહિયે.”

એક નવવિવાહિત યુગલે અજબ કંકોત્રી મોકલી. તેમાં પોતાના લગ્નનો ઉલ્લેખ કરીને આશીર્વાદ માગ્યા. તેને બાપુએ પત્તું લખ્યું: ‘‘ચિ. . . . તમે બન્નેએ નવો માગ કાઢ્યો છે. મારા આશીર્વાદ તમને બંનેને છે. તેમાં સરદાર વગર માગણીએ જોડાય છે. તમે બંને શુદ્ધ સેવા કરો એમ. અમે ઈચ્છીએ છીએ. આશીર્વાદની માગણી છાપેલા કાર્ડમાં કરી છે તેથી તે કેવળ શોભારૂપ થઈ જાય છે ને તેટલે અંશે તેની કિંમત ઓછી થાય છે. જો આશીર્વાદ માગવા ચોગ્ય હોય તો તે હાથે લમી મગાવવા યોગ્ય છે અને તેમાં દંપતીના કંઈક શુભ સંકલ્પ પણ હોય.”

૧૫