પૃષ્ઠ:Mahadevbhaini Diary - Part 1.pdf/૧૫૦

વિકિસ્રોતમાંથી
આ પાનાનું પ્રુફરીડિંગ બાકી છે

________________

જ્યારે તમે કામ કરતા હો ત્યારે તમારા એક જ હાથ વાપરો અને બીજો ભગવાનના ચરણે અડવા દો. જ્યારે કામ કરી રહી ત્યારે એના ચરણ અને હાથમાં લઈ તમારા હૃદય ઉપર મૂકો.” - મેં બાપુને કહ્યું : બાપુ, આપ જમણા અને ડાબે હાથ કામમાં લેવાનું કહો છો તેના જવાબમાં આ વચન આપને મોકલવામાં આવ્યું હોય એમ લાગે છે.” બાપુ કહે : એમાં ક્યાં કહ્યું છે કે બે હાથ ને વાપરવા ? બન્ને હાથને ઉપયોગ કરવાને જ એમાં ઉપદેશ છે.” બહેનાના કાગળ આવ્યે જ જાય છે. આ વખતે ભક્તિબહેનના કાગળ વવ્યા. બહેને તત્ત્વચર્ચા પણ ઠીક કરે છે. ગીતાની અભ્યાસી એક બહેને પૂછયું : ** ગીતામાં સ્વજન-પરજનને ભેદ ન કરવા એ ઉપદેશ છે એમ કહેવાય છે. પણ કર્તવ્યપાલન કરતાં હિંસા-અહિંસાના ભેદ તે કરવા જ જોઈએ ! પૂર્ણાવતાર મારવાની સલાહ આપે જ કેમ ? જગતનું હિત ચાહનાર હિંસાત્મક લડાઈને ખૂબ ધિક્કારે છે અને હિંસાત્મક લડાઈથી માણસ માણસ મટીને પશુ બને છે. છતાં ગીતામાં લડાઈનો ઉપદેશ કેમ છે ? ” બાપુએ લખ્યું : 66 કતવ્યનો નિશ્ચય કરતી વખતે ઘણાયે પ્રશ્ન ઊઠી શકે. પણ ગીતાનું નિરીક્ષણ કરતી વખતે તો આટલું જ વિચારવું રહે : પ્રશ્નકારનો પ્રશ્ન શા હતા પ્રશ્નની બહાર જઈને જે શિક્ષક ઉત્તર આપવા બેસે એ અણુધડ કહેવાય. કેમ કે પ્રશ્ન પૂછનારનું ધ્યાન તો પોતાના પ્રશ્નમાં જ હોય, બીજું ત્રીજું સાંભળવા તે તૈયાર ન હોય, તેનામાં યોગ્યતા ન હોય એટલે તેને કંટાળો આવે અને પ્રશ્નના ઉત્તર, અનાજના છોડ જેમ આસપાસ ઊગેલા ઘાસમાં બાઈ જાય છે તેમ, બીજાત્રીજા વિવાદમાં દબાઈ જવાનો સંભવ છે. આ દષ્ટ્રિએ કણના જવાબ પરિપૂર્ણ છે. અને જ્યારે પહેલા અધ્યાય છોડીને બીજામાં પ્રવેશ કરીએ છીએ ત્યારે તો તેમાંથી નકરી અહિસા જ નીતરી આવે છે. કૃષ્ણને પૂર્ણાવતાર માનીને અથવા મનાવીને આપણે એવી આશા ન રાખવી જોઈએ કે એક શબ્દકોશમાંથી જેવા શબ્દોના અર્થ મળી શકે તેમ તેનાં વચનામાંથી આપણા મનમાં જે જે પ્રશ્ન ઊઠે તેને સીધા અર્થ મળી શકે. એમ મળતું હોય તે એ નુકસાન જ કરે. પછી મનુષ્યને આગળ વધવાપણુ જ ન રહે, શોધ કરવાપણું ન રહે. તેની બુદ્ધિ રૂ ધાઈ જાય. તેથી તે તે યુગના કાયડાએ તે તે યુગમાં વસનારા મનુષ્યએ મહા પ્રયત્નો કરી, તપશ્ચર્યા કરી, ઉકેલવા રહ્યા. એટલે અત્યારે આપણને લડાઈ વગેરે પ્રશ્નો વિષે જે મુશ્કેલીઓ ઊભી થાય છે તેને નિકાલ ગીતા જેવા સંસ્કારી ગ્રંથમાં જે સિદ્ધાંતો મળી આવે છે તેની ૧૪૬ Gandhi Heritage Portal