પૃષ્ઠ:Mahadevbhaini Diary - Part 1.pdf/૧૫૩

વિકિસ્રોતમાંથી
આ પાનાનું પ્રુફરીડિંગ બાકી છે

________________

એવું વાંચવાની મારી બહુ ઈચ્છા હતી, પણ એવું આજ લગી વાંચવામાં આવ્યું ન હતું. જે સ્ત્રીઓ માટે કામ કરવા ઈચ્છે છે તેમણે સૌએ એ વાંચવી જોઈએ, વિચારવી જોઈએ અને પચાવવી જોઈએ.” ટેન્ડન્ટ આજે ખબર લાવ્યા કે બાપુએ જે બિનરાજદ્વારી સાથી એનાં નામ મોકલ્યાં હતાં તેમાંથી પંદર પાસ થયાં છે, અને ??——'રૂ૨ ચાર વિષે પાછળથી હુકમ આવશે. પાછળવાળા માણસમાં કરમચંદ, નરગીસબહેન, હીરાલાલ અને દામોદરદાસ. વલ્લભભાઈની દાક્તરી તપાસ માટે મેધમ કહેવા લાગ્યા કે અમે માનીએ છીએ કે અહી પૂરી સારવાર થઈ શકે છે, અને નિષ્ણાતને બોલાવવાની કંઈ જરૂર નથી. બાપુ કહે : “ તમે શરીરના માલિક છે, પણ માણસ પોતાના નિષ્ણાતને બોલાવવાને સ્વતંત્ર છે, દરેક કેદીને પોતાના માણસને પોતાનું શરીર સોંપવાનો આગ્રહ રાખવાનો હક છે. અને તમે કહો છે તે તો મને કેવળ ધૃષ્ટતા લાગે છે. વલ્લભભાઈ જે માને તે આ બાબત હું તો તેમની પાસે પૂરેપૂરી લડાવી લઉં. એ તો મને જુલમ લાગે છે. અને મને આમ મેઢાના જવાબ ' નહીં ચાલે. મારે સરકારને લેખી જવાબ જોઈએ.” સુપરિન્ટેન્ડન્ટ કહે : “ એ કાગળ તે મારા ઉપર જ હતો ને ? ” બાપુ કહે : 6% પણ એ તમારી સુચનાથી હતા. અમારે સરકારી જવાબ જોઈએ.” આ પછી એ જરા માળા પડ્યા અને આખરે મહેતા પાસે ઑપરેશનની ભલામણ કરાવવાનું અને વલ્લભભાઈ પોતાના નિષ્ણાત પાસે ઑપરેશન કરાવવા ઇરછે છે એવું લખવાનું વચન આપીને ગયા. આ સુપરિન્ટેન્ડન્ટ એક વાર કહેતા હતા કે સાપનું ઝેર ઉતારવાને મારા પાંચ રૂપિયા આપીને લીધો હતો તે નકામે માલુમ પડયો. સ્મરણશક્તિ કેળવવાને માટે પેલમૅનને કાર્સ ૧૨ ૦ રૂપિયે લીધા અને તે મફતના પૈસા ખર્ચા એમ સિદ્ધ થયું. બાપુને માટે આ પુસ્તક જેવા લાવ્યા હતા. કેદીઓની વાત નીકળતાં કેટલાક કેદીએ સુરંગ ખોદીને બહાર નીકળ્યા હતા તેની વાત કરી. બાપુએ માર સંધવાણીની વાત કરી. એણે અનેક માણસાનાં નાક કાપ્યાં હતાં અને ત્રાસ વર્તાવ્યો હતો. એને સરકારે પોલીસ સુપરિન્ટેન્ડન્ટ બનાવ્યું. મેજરે ડાહ્યલા બહારવટિયાની વાત કરી. તેને એમણે ફાંસી દીધી હતી.કહે છે કે બહાદુરીથી ફાંસી ઉપર ગયે. ગયો તે દિવસે ગામાતાનાં દર્શન કરવા માગેલાં. બીજા એક મુસલમાને (ારાએ ) પણ ગૌમાતાનાં દર્શનની માગણી કરેલી. ૧૪૯ Gandhi Heritage Portal