પૃષ્ઠ:Mahadevbhaini Diary - Part 1.pdf/૧૫૪

વિકિસ્રોતમાંથી
આ પાનાનું પ્રુફરીડિંગ બાકી છે

________________

બાપુ આજે રેંટિયા ઉપર વધારે સફળ થયા. ત્રણ કલાક કાંતીને ૧૩૧ તાર કાઢયા. વલ્લભભાઈને કહે : જુઓ, આજે કેવું પરિણામ આવ્યું છે ! ” વલ્લભભાઈ કહે : “ હા, નીચે ઠીક પડયું છે.” બાપુ કહે : “ પણ એ સૂતરફેણી પણ બંધ થશે પછી તો કહેશે ને કે હવે થયું? આજે સવારે કાંતતાં કાંતતાં કહે : “ આ એક ભારે તાલીમ ૨- રૂ ૨ છે.” મેં કહ્યું : “એ કહેવાની જરૂર નથી, જોઈ રહ્યા છીએ ને ! ” બાપુ કહે: “ના, એ અર્થમાં નથી કહેતા. ૬૩ વર્ષની ઉંમરે આટલે પરિશ્રમ ઉઠાવી રહ્યો છું એ તમને તાલીમરૂપે લાગે. પણ હું તો કહું છું કે આટલી ઉંમરે મને આમાં ભારે રસ આવી રહ્યો છે. અને મારે માટે એ સંદર તાલીમ છે. પરિશ્રમની લહેજત જ એાર છે. પરિશ્રમની મજા તો જેની પ્રસુતિ થવાની છે એ સ્ત્રી જાગે.” ત્રણ કલાક રેંટિ ચલાવીને ખૂબ થાકી હતા, એટલે આજે રાત્રે પણ પગ ચાળાવતાં ચાળાવતાં કહે : “ હું હવે પડ છું.” પગ ચળાઈ રહ્યા એટલા અરધા કલાકમાં તો તાજા થઈ ગયા અને ખાસ લાંબો કાગળ લખાવ્યા. અને સામાન્ય નહીં પણ ગંભીર ચિંતનથી ભરપૂર. પુરુષોત્તમે લાંબા કાગળ લખીને પૂછયું હતું કે જૈનદર્શનમાં શુદ્ધ ન્યાય હોય તો એ લોકો દયાને પણ એક રાગ સમજે છે, ભલે સાત્ત્વિક, એટલે તમે જે દયાથી પ્રેરાઈને વાછડાની હિંસા કરી હતી તે વીતરાગ માણસ ન કરે – અથવા તે વીતરાગતા નથી સૂચવતું. કાગળ લાંબો હતો. ને સુંદર હતો. આ રહ્યો એ જવાબ : | “ તારો કાગળ મળ્યા. સરસ છે. જૈનદર્શનમાં શુદ્ધ ન્યાય ઉપર ભાર છે. એ વાકચની જરા ગેરસમજ થઈ છે. ‘શુદ્ધ ન્યાય' નો અર્થ શુદ્ધ નીતિ, શુદ્ધ નિર્ણય એ થઈ શકે. અને સામાન્ય રીતે એ જ અર્થમાં આપણે એ શબ્દને સમજીએ છીએ, પણ મેં' એ અર્થમાં નથી વાપર્યો. જૈનદર્શનમાં તક' ઉપર ભાર વધારે છે એમ કહેવાને મારો આશય હતા. પણ ૬ તક’થી કેટલીક વાર અવળા નિર્ણય થાય છે અને ભયંકર પરિણામ પેદા થાય છે. એમાં દોષ તક ના નથી હોતો પણ શુદ્ધ નિર્ણય ઉપર આવવાને સારુ જે જે સામગ્રી હોવી જોઈ એ એ હંમેશાં હાતી નથી. વળી અમુક શબ્દ અમુક અર્થમાં લખનાર કે બાલનાર વાપરે એ જ અર્થ વાંચનાર કે સાંભળનાર સમજે જ એવું નથી હોતું. તેથી હૃદયને એટલે ભક્તિને, શ્રદ્ધાને, અનુભવજ્ઞાનને આગળ મૂકવામાં આવ્યું છે. તર્ક એ કેવળ બુદ્ધિનો વિષય છે. હૃદયને જે સિદ્ધ થયું છે તેને તર્ક એટલે બુદ્ધિ ૧પ૦ Gandhi Heritage Portal