પૃષ્ઠ:Mahadevbhaini Diary - Part 1.pdf/૧૫૭

વિકિસ્રોતમાંથી
આ પાનાનું પ્રુફરીડિંગ બાકી છે

________________

નથી, પણ હું માનું છું કે આપણામાં એટલે હિંદુ ધર્મમાં એટલું બધુ કાયરપણું અને એટલું બધું આળસ આવી ગયાં છે કે અહિંસાનું સૂક્ષ્મ અને મૂળરૂપ ભુલાઈ ગયું છે, અને એ કેવળ ક્ષુલ્લક જીવદયામાં સમાઈ ગઈ છે, જ્યારે મૂળરૂપે તો અહિંસા અંતરની અતિ પ્રચંડ ભાવના છે અને એ અનેક પ્રકારનાં પરોપકારી કાર્યોરૂપે ઊગી નીકળે છે. એક મનુષ્યમાં પણ જો એ પૂર્ણ રૂપે પ્રગટે તે તેનું તેજ સૂર્યના કરતાં પણ ભારે હોય. આવું આજ કયાં છે ?” | આ કાગળ લખાવતાં લખાવતાં તુલસીદાસના દુહાના પાઠ વિષે ઠીક ચર્ચા થઈ. 6 * પાપમૂલ' પાઠ મેં સાંભળ્યા છે, પણ * દેહમૂલ’ પણ મેં સાંભળ્યો છે. અને એ પાઠ મને વધારે સારી લાગે છે.” એમ બાપુએ કહ્યું. એની સામે મેં કહ્યું : “ દેહનું મૂલ અભિમાન છે એ વેદાન્તી વિચારના કરતાં ધર્મનું મૂલ દયા અને પાપ એટલે અધર્મનું મૂળ અભિમાન છે. એટલે વિચાર અહીં હાય.” બાપુ કહે : ““ એમાં દેહમૂલ અભિમાનના અર્થ એમ થાય કે જેમ દયા એ ધમનું મૂળ છે એમ દેહ એ અભિમાનનું મૂલ હોઈ દયાના વિરોધી છે. પણ દેહ આખા જ ખચી નાખવે એ જ શુદ્ધ દયા છે. એ દયા ઘટમાં પ્રાણુ હોય ત્યાં સુધી ન છોડવી. સેવા કરતાં અથવા કરવા જતાં દેહનું વિસર્જન એ શુદ્ધતમ દયા. આ વસ્તુ અનુભવસિદ્ધ છે.” મેં કહ્યું : ** એ અનુભવસિદ્ધ તો છે જ. પણ પ્રસ્તુત વાકયમાંથી એ અર્થ નથી નીકળતા. સામાન્ય માણસને માટે એ વિચાર પણ જરા ઝીણું કાંતવા જેવા થઈ પડે, જયારે અધર્મનું મૂળ અભિમાને છે એ સ્પષ્ટ રીતે સામાન્ય માણસ પણ સમજી શકે.' બાપુ કહે : ** ના, તુલસીમાં એવી રચના આવે છે. આખરે બંને પાઠ લખવા એમ છું'. અને છેવટે એમ રહ્યું કે ‘દયા ધમ કો મૂલ હૈ' આટલો જ ઉતારે કાગળને માટે તો બસ હતો. આજે નારણદાસભાઈને કાલે પુરુષોત્તમને લખાવ્યો એટલે જ લાંબા કાગળ લખાવ્યો. ગઈ કાલે પ્રસૂતિની ઉપમા આપી હતી ૨૩-'રૂર. તેવી જ કાંઈ પીડાથી બાપુ પીડાઈ રહ્યા છે. અને આવા આવા વિચારોથી ભરેલા કાગળાની પ્રસૂતિ એ પરિણામ છે. મહેનતમાત્રને માટે સરખું મહેનતાણું એ ખ્યાલ બાપુએ રસિકનમાંથી મેળવેલ છે અને એને આશ્રમમાં અમલમાં મૂકવાની ઉત્કંઠા છે. - કાલે શારદાબહેને એક કાગળ લખી સ્વદેશી પ્રદર્શનમાં હાથવણાટનો સામાન રાખવાની સંમતિ માગી હતી. બાપુ કહે : ** અહીંથી અભિપ્રાય ૧૫૩ Gandhi Heritage Portal