પૃષ્ઠ:Mahadevbhaini Diary - Part 1.pdf/૧૫૮

વિકિસ્રોતમાંથી
આ પાનાનું પ્રુફરીડિંગ બાકી છે

________________

છે. ન અપાય. પણ મારા વિચારને વળગી રહેવાની કશી જરૂર નથી. પરિસ્થિતિ અંગે જે સૂઝે તે કરો.” અમેરિકા વિષે લખતાં એ જ કાગળમાં લખેલું : ૬૬ અમેરિકામાં કેવળ ભાગવિલાસ જ નથી. શુદ્ધ સંયમ અને સેવાપરાયણતાના દાખલા ઘણાં મળી આવે છે.” વલ્લભભાઈ એ જાણે વિદૂષકનો ભાગ પૂરો ભજવવાનો નિશ્ચય કર્યો હોય એમ લાગે છે. બાપુ કહે : “ ત્યારે સૂઈ જાઉં છું.” એ કહે : “ જરૂર, કોક વાર તો હંમેશને માટે સૂવું પડશે. એટલે જરા તાલીમ લેવાની જરૂર છે.” “ યરવડા મંદિર’ સરનામું કરેલા કાગળા આવે છે. પોસ્ટ ઓફિસે પણ એ પરિભાષા સ્વીકારી લીધી છે. વલ્લભભાઈ કહે : મંદિર તો છે જ, માત્ર પ્રસાદી વિષે રાજ મારામારી હોય છે.” He છગનલાલ જોષીના લાંબા કાગળ આવ્યો. અને ગઈ કાલે દેવદાસને લખાવ્યા હતા તેમાં આપુએ પોતાના માથાનું આદબ વર્ણન આપ્યું હતું. રેટિચા (બેતારો), ઉર્દુ, આકાશદર્શન, અર્થશાસ્ત્ર, આશ્રમનો ઇતિહાસ, રસ્કિનનાં પરતક ! આ બધાને શી રીતે પહોંચી વળી શકાય ? હારનું ભાષણ ‘હિંદુ’માં આખું આવ્યું, એના ઉપર પોલાકની ટીકા આવી. આખું ભાષણ બાપુને સાંભળવાની ઈરછી નહોતી, પણ માં. પ્રીવા ઉપર એણે જે હુમલો કર્યો હતો તે વાંચી સંભળાવ્યા. બાપુ કહે : “ બસ એમાં નવું ટેરીપણું છે. એમાં પોતાના જન્મની પ્રતિષ્ઠાનું અભિમાન છે. અને એવા પ્રતિષ્ઠા વિનાના માણસોને માટે એ લોકોને નકરા તિરસકાર છે. એના જવાબ આપવાના તો ઘેર ગયા પણ અમે એના વિચાર પણ ન કરીએ એમ તોછડાઈથી એને ઉડાચે.” બાપુને બહુ દુ:ખ થયું. બાપુ કેટલીક સામાન્ય બાબતો વિષે એટલે જેમાં વિચારની જરૂર છે એવી બાબતે વિષે અતિશય સૂક્ષ્મ જ્ઞાન ધરાવે, એની કાર્યપ્રણાલી સમજાવે, અને તેમાં સુધારાવધારા સૂચવી શકે. પણ કેટલીક સામાન્ય બાબતો વિષેનું બાપુનું અજ્ઞાન રમૂજી હતું. એક દિવસ કહે : “ જવાહરલાલ પિતાના ટૂંકા નામમાં જે. એમ. નથી લખતા ?” મેં કહ્યું એ રિવાજ તો માત્ર સિધથી માંડી કર્ણાટક સુધી મુંબઈ ઇલાકામાં જ છે. ઉત્તરવાળા તો બાપનું નામ લખતા જ નથી. દક્ષિણવાળા ગામનું નામ પ્રથમ લખે છે અને પછી કુળનું નામ. બાપના નામની જરૂર નહીં. બાપુ કહે : “મને આની ખબર નહોતી.' આજે પૂછે : “ કાયલનું અંગ્રેજી શું ? કાબર અને કાયલની વચ્ચે શા ફેર ? sparrow (પૅરા) અને swallow (àલે) વચ્ચે ? અને lark (લાર્ક) એ પક્ષી આપણે જેને સમડી કહીએ છીએ એ તો ન હોય ? ” ૧૫૪ Gandhi Heritage Portal