પૃષ્ઠ:Mahadevbhaini Diary - Part 1.pdf/૧૬

વિકિસ્રોતમાંથી
આ પાનાનું પ્રુફરીડિંગ થઈ ગયું છે

. . . બહેને સાદર્યની સ્તુતિ કરવા વિષે સવાલ કરેલ્. પોતે કોલેજમાં કોઈક યુવકને જોઈ ને તેના સૌંદર્યની સ્તુતિ કરેલી અને જવાહરલાલની ખૂબસુરતી ઉપર મોહિત છે એમ જણાવેલું. બાપુએ ત્રણ વાકયોમાં સૌદર્યસુત્ર કહ્યાં: ‘સૌદર્યની સ્તુતિ થવી જ જોઈએ. પણ તે મૂક સારી. અને ‘त्येन त्य्कतेन भुंजीथा:' આકાશનું સૌદર્ય જેને હર્ષ ન પમાડે તેને કંઈ નથી ગમવાનું એમ કહી શકાય. પણ જે હર્ષઘેલા થઈ નક્ષત્રમંડળને પહોંચવાની સીડી બાંધવાના આદર કરે તે મૂર્છિત છે.”

* **

કોકે નીલગિરિથી યુકેલિપ્ટસની એક બાટલી મેલી. તેને ખોલાવીને સરદારને કહે : “ મારી આંગળી અને તમારું નાક બંનેને પીડા છે એટલે કોકે જાણીને જ મોકલી લાગે છે.” પછી એ શીશી બિલાડી ન પાડે એ ખાતર બીજી શીશીઓની જગ્યાએ ન ગોઠવતાં બીજી સુરક્ષિત જગ્યાએ ગોઠવવી જોઈએ એમ સરદારને કહ્યું. કાગળ લખાવ્યે જતા હતા. દરમ્યાન મને કહે : " તમે કિચનનું નામ સાંભળેલું ના ? એ કહેતા કે તું એકે વસ્તુ એવી નથી કરતો કે જેનું કારણ ન હોય.” મેં કહ્યું : મેં એ જ વસ્તુ આપને વિષે અનેક વાર કહી છે, “ જેની એક પણ પ્રવૃત્તિ વ્યર્થ નથી તે કારણ વિના કશું જ ન કરે.” પછી બાપુ કહે : “ વાત સાચી છે, નાક અમુક રીતે અને અમુક જગ્યાએ કેમ નસીકવું એમ મને કોઈ પૂછે તો તેનું કારણ આપી શકું.”

* **

મિસિસ નાયડનો કાગળ આવ્યો. મળવા આવ્યાં હતાં પણ ન મળવા દીધાં. એટલે કાગળ સુપરિન્ટેન્ડન્ટને આપી ગયાં. દક્ષિણ આફ્રિકા વિષે એણે લખ્યું હતું કે : A good deal has been achieved there. It was something like striking living water out of obdurate rock. ત્યાં ઠીક ઠીક કામ થયું છે. દુર્ભે દ્ય ખડકમાંથી પાણી કાઢવા જેવું એ કામ હતું. અને ફઝલીનાં કામનાં બહુ વખાણ હતાં. બાપુને The most unseeable being – અતિ દુર્લાબદર્શન પ્રાણી કહીને સંબોધ્યા હતા.

..ને નોટિસ મળ્યાની વાત ' લીડર 'માં જોવાની મળી. "અણધાર્યો તારો ખર્યો” એમ મેં કહ્યું. બાપુ કહે : “ સરકારે ખેરવ્યો.”

આજે સવારે પોણાચારે ઊઠવાને બદલે બાપુ ત્રણ વાગ્યે ઊઠી પડ્યા. મેં કહ્યું : "ટકેારા ત્રણ જ સંભળાયા.” બાપુને ઘડિયાળ જોતાં માલૂમ પડયું કે ત્રણ જ વાગ્યા છે, એટલે કહે : “ ઊઠ્યા છીએ ત્યારે

૧૬