પૃષ્ઠ:Mahadevbhaini Diary - Part 1.pdf/૧૬૧

વિકિસ્રોતમાંથી
આ પાનાનું પ્રુફરીડિંગ બાકી છે

________________

ખાવા દેતા, ચોવીસે કલાક બેડી પહેરાવતા, અને ધાસ ઉપર સુવાડતા. એટલે આપણે તો જે મળે તેને સારુ ઈશ્વરને અનુગ્રહ માનીએ. માનભંગ થાય ત્યારે મરી છૂટીએ.” પછી લખે છે : “ હું ઉમેદ રાખું છું કે ત્યાં દરેક ભાઈ પોતાના વખતને સારામાં સારો ઉપયોગ કરતા હશે. આવી એકાંત અને આવી કુરસદ ફરી ફરીને નહીં મળે. વાંચવાનું મળે તો વાંચવાનું. વિચારવાનું તો મળે જ. અને અનેક પ્રવૃત્તિ હોય તેમાંની કંઈ ને કંઈ હાથ ધરવાની. એક ગંભીર ભૂલ આપણે સૌ કરીએ છીએ તે એ કે સરકારી વખત કે વસ્તુ એ કેમ જાણે આપણાં ન હોય એમ માની આપણે તે ઉડાવીએ છીએ. જરાક વિચાર કરતાં આપણને તુરત માલૂમ પડે કે સરકારી વસ્તુ કે વખત પ્રજાનાં જ છે. અત્યારે સરકારના તાબામાં છે તેથી તે ઉડાવીએ તે એ પ્રજાનું ધન અને પ્રજાનો વખત ઉડાવ્યા કહેવાય. એટલે આપણા હાથમાં જે આવે તેને આપણે સદુપયોગ કરીએ. જેલમાં જે કાંઈ પણ ઉત્પન્ન કરીએ તે પણ પ્રજાના ધનમાં વધારો કર્યા બરાબર છે. સરકાર પરદેશી છે તેથી આ વિચારશ્રેણીમાં કાંઈ ફેર પંડતો નથી; પણ આથી આગળ હું વધું તો રાજપ્રકરણ આવે અને રાજપ્રકરણમાં આપણાથી કેદી તરીકે ન ઊતરી શકાય; એટલે આ વાત આટલેથી આટોપું છું.” મુંબઈના હત્યાકાંડ હજી ચાલુ ! કમકમાટી ઉપજી. સૌએ લાચારીથી ભગવાનનું નામ લીધું. ૨૭––' રૂ ૨. આજે બાપુએ ઘણા કાગળો લખાવ્યા. એમાં એકાદ બે જ અંગત્યના હતા. બાકીના તો વધતી જતી ટપાલના સાક્ષી માત્ર હતા. બડેનાના કાગળમાં રંગબેરંગી કાગળા તો હાય જ, પ્યારેલાલનાં માતુશ્રી આત્મામાં પરમાત્માનાં દર્શન કરવાની ચાવી બાપુ પાસે માગે છે, હંજાર સૂર્યની પ્રભા કરતાં વધારે તેજસ્વી પરમાત્માનું દર્શન કરાવા એમ માગણી કરે છે. એક બીજી બહેન તારાદેવી બાજપાઈ પ્રાણાયામમાં પડતી ગૂંચ ઉકેલવાનું બાપને પૂછે છે અને ખબર આપે છે કે અનેક કેદી બાઈ એ તમારું નામ જપતી જપતી છૂટી ગઈ. બાપુએ એમને લખ્યું : ** ઈશ્વરનાં દર્શન આંખથી નથી થતાં. ઈશ્વરને શરીર નથી એટલે તેનાં દર્શન શ્રદ્ધાથી જ થાય છે. આપણને જ્યારે હૃદયમાં કોઈ પણ જાતના વિકારી વિચાર ન થાય, કોઈ પણ પ્રકારને ભય ન રહે અને નિત્ય પ્રસન્નતા રહે તો એ સૂચવે છે કે હૃદયમાં ભગવાન વાસ કરે છે. એ ત્યાં હંમેશાં છે જ પણ આપણે તેને જોતા નથી કેમ કે આપણામાં શ્રદ્ધા ૧૫૭ Gandhi Heritage Portal