પૃષ્ઠ:Mahadevbhaini Diary - Part 1.pdf/૧૬૨

વિકિસ્રોતમાંથી
આ પાનાનું પ્રુફરીડિંગ બાકી છે

________________

નથી અને તેથી અનેક જાતનાં સંકટો ભોગવીએ છીએ. ખરી શ્રદ્ધા આવ્યા પછી બહારથી લાગતાં સંકટો પણ એવી જેને શ્રદ્ધા છે તેને નથી લાગતાં તારાદેવી બાજપાઈને ઉપર લખ્યું તે લાગુ પડે છે. પ્રાણાયામ એવા અને એટલા કરવા કે જેથી શરીરમાં કયાંય કષ્ટ ન પહોંચે. હઠાગના પ્રાણાયામને મને કશે અનુભવ નથી. એટલે એ બાબતમાં એમને હું નહીં દોરી શકું. એવા પ્રાણાયામની જરૂર પણ નથી. ભગવાન શારીરિક ક્રિયાથી નથી મળતા. ભગવાનને મળવા સારુ ભાવના જોઈ એ. અને એ ભાવના મુજબ આચાર હોવા જોઈએ. પ્રાણાયામાદિ ક્રિયાઓથી શરીરશુદ્ધિ થાય છે, અને તેથી ક ઈક શાંતિ મળે છે. એથી વિશેષ ઉપયોગ નથી.” એક માણસ કિસા ગાતમીની જેમ પૂછે છે, તમે કદી અશાંત જ ન થાય એવા માણસને મળ્યા છે ? બાપુએ એને પણ જવાબ આપે : "Life without a ruffle would be very dull business. It is not to be expected. Therefore it is wisdom to put up with all the roughness of life and that is one of the rich lessons we learn fron Ramayana." « ખળભળાટ વિનાનું જીવન એ તો બહુ નીરસ વસ્તુ થઈ પડે. એવી આશા જ ન રાખવી. એટલે જીવનની વિષમતાએ સહી લેવામાં જ ડહાપણ છે. રામાયણમાંથી આપણને જે કીમતી પાઠ મળે છે તે આ છે.” આજે કાંતવા બેઠા ત્યાં મને કહે : “ આટલું કાવ્ય વલ્લભભાઈ ને વાંચી સંભળાવે. ઈકબાલનું છે.” મેં કહ્યું : “ એ તો ઈકબાલ હવે નાકબૂલ કરતા હશે.' બાપુ કહું : ** ના, આ તો પ્રાચીન છે, અને એ તે. અવસ્ય કબૂલ કરે છે. પણ વલ્લભભાઈને એ વંચાવવા જેવું તો એ માટે છે કે સરકાર જે ઉ૬ ચાપડી ચલાવે છે તેમાં આ કાવ્ય પાસ થયું છે. અને મુસલમાન છોકરા આ તાલીમ ઉપર ઊછરે છે. એમાં મુસલમાન છે કરો આ દેશને પોતાનો દેશ છે એમ સમજી એને માટે અભિમાન લે એવો હજી એકે પાડ આવ્યા જ નથી, પણ આ તો મુસલમાન સિવાયના બીજા માટે વેર બાંધવાનો બાધ આપે એવું છે.” પાઠ ૧૫ ચીન અરબ હમારા, હિંદુસ્તાં હમારા મુસ્લિમ હૈં હમ, વતન હૈ સારા જહાં હમારા. દુનિયાકે અતકોમે, પેહલા વા ધર ખુદાકા, હમ ઉસકે પાસમાં હૈ, વો પાસબાં હમારા. ૧૫૮ Gandhi Heritage Portal