પૃષ્ઠ:Mahadevbhaini Diary - Part 1.pdf/૧૬૩

વિકિસ્રોતમાંથી
આ પાનાનું પ્રુફરીડિંગ બાકી છે

________________

तेगोंके सायेमें हम पलकर जवां हु हैं ખંજર હિલાલકા હૈ કોમી નિશાં હમારા. તેાહીદકી અમાનત, સીનામે હૈ હમારે, મુમકિન નહીં મિટાના, નામનિશાં હમારા. બાતિલસે બનેવાલે, એ આસમાં નહીં હમ, સૌ બાર કર ચુકા હૈ, તુ ઈસ્તેહાં હમારા. એ અર પાક તેરી હુરમતપે કટ મરે હમ, હૈ ખૂ તેરી રમે, અબ તકે રવાં હમારા. મગરીબી વાદિમે, મુંજી અઝાં હમારી, थमता न था किसीसे, सैले रखा हमारा. એ મેજે જલા તુ ભી, પહચાનતી હૈ હમ કે, અબ તક હૈ તેરા દરિયા, અફસાને ખ્યાં હમારા. એ ગુલસિતાને અદલસ વે દિન હૈ યાદ તુજકે, થા તેરી ડાલિયામે જબ આશિયાં હમારા. સાલારે કારવાં હૈ મીરે હિજાજ અપના, ઈસ નામસે હૈ બાકી, આરામે જ હમારા. ઇકબાલકા તરાના, બાંગે દિરા હૈ ગયા હોતા જાદા પૈમા, ફિર કારવાં હમારા. ચીન અમારું છે, અરબસ્તાન અમારું છે, હિન્દુસ્તાન પણ અમારું છે. અમે મુસલમાન છીએ, આખું જગત અમારી માતૃભૂમિ છે. જગતનાં મંદિરમાં પહેલું ઘર ખુદાનું છે, અમે તેના રખેવાળે છીએ અને તે (ખુદા) અમારો રખવાળ છે. તલવારાની છાંયમાં ઊછરીને અમે મોટા થયા છીએ. અમારા રાષ્ટ્રધ્વજ ખંજર- અને બાલચંદ્ર-અંકિત છે. અમારા દિલમાં તાહીદ (એકેશ્વરવાદ)ની થાપણ છે, એટલે અમારુ નામનિશાન મિટાવી દેવાનું શક્ય નથી. હું આસમાન ! અમે અસત્યથી દબાઈ જનારા નથી. એને માટે તે અમારી સેંકડો વાર પરીક્ષા કરી છે. હે પવિત્ર ભૂમિ: તારાં માતુઆબરૂને માટે અમે અમારું લેાહી વહેવડાવ્યું છે, અને તારી નસમાં હજી સુધી અમારું લેહી વહે છે. અમારી અઝાનને અવાજ પશ્ચિમની ખીણોમાં ગુજ હતા, અને અમારાં પૂરનો પ્રવાહ કાઈ રોકી શક્યું નહોતું. ૧પ૯ Gandhi Heritage Portal