પૃષ્ઠ:Mahadevbhaini Diary - Part 1.pdf/૧૬૪

વિકિસ્રોતમાંથી
આ પાનાનું પ્રુફરીડિંગ બાકી છે

________________

હે દજલા (બગદાદની એક નદી)નાં મેજા, તમે પણ અમને ઓળખો છે. અમે હજી તમારી વાર્તાઓની ચર્ચા કર્યા કરીએ છીએ. અંદલુસ (સ્પેન )ના બાગો, તમને એ દિવસ યાદ છે, જ્યારે તમારી ડાળીઓમાં અમારા માળા બન્યા હતા (અમારું રાજ્ય હતું). અમારા કાફલાને સરદાર હિજાજનો મીર હતો, તેનું નામ લેવાથી અમારા જીવને આરામ મળે છે. ઇકબાલનું આ ગીત ઢેલને અવાજ બની ગયું. ' ( એટલે કે એના અવાજ સાંભળીને સૌ ચાલવા, કુચ કરવા ભેગા થયા. ) અને પછી અમારી (મુસલમાન કામની) કોલી મજલ કાપવા તૈયાર થઈ ગયા. પૂરી હકીકત વિના માણસને આપણે કે અન્યાય કરી બેસીએ છીએ એનો સરસ દાખલે કાલે બન્યા. ભાઈ કુલચંદના કાગળ ૨૮--'રૂર વીસાપુરથી આવ્યા હતા. એમાં ૧૩ લીટીઓ એવી ચુકી હતી કે વંચાય જ નહીં. સુપરિન્ટેન્ડન્ટે કહેલું: “ એ છેકેલા ભાગમાં કાંઈ મહત્ત્વ ન હતું.’’ અમે અટલી હકીકતો પરથી અનુમાનના આંકડી ગાવવા લાગ્યા. જો એણે વાંચ્યો ન હોય તો એને શી રીતે ખબર પડે કે એ મહત્ત્વનો ભાગ નહોતો ? અને એણે વાંચે તો પછી વીસાપુરમાં જ છેકડ્યો શી રીતે કહેવાય ? એ તો જાણે છે કે આપણે આવી રીતે છેકેલા કાગળ વાંચીએ છીએ. એટલે એણે આપણને પાડે આપવાની ખાતર એને ટાઈપરાઈટર પર લઈ ને હૈયું ! વળી એ વીનના તરફ ભરમાયેલે માણસ છે. વગેરે, વગેરે. આ બધા આંકડા જોડવામાં બાપુ પણ ભળ્યા. સવારે સુપરિન્ટ ન્ટેન્ડન્ટ આવ્યા તેની સાથે અચાનક જ વાત નીકળતાં તેણે કહ્યું : “ એ છેકાયું છે તો વીસાપુરમાં પણ ત્યાંથી આ કાગળનું ભાષાંતર સાથે મોકલવામાં આવ્યું - છે અને આટલે ભાગ છેકેલે છે એમ એણે મને લખ્યું છે. બીજા કેદીઓનાં અંદર નામ હતાં એટલે એ ભાગ છેકયો લાગે છે. એમાં કશું હતું નહીં.” આ નિખાલસપણે અમને બહુ ગમ્યું. અને એને આગલે દિવસે કરેલા (ભલે અમારા મન સાથે કરેલા) અન્યાય વિષે અમે અકસેસ કરવા લાગ્યા. ઉતાવળે અનુમાન બાંધવામાં દોષ સ્પષ્ટ રહેલો છે. આજે મીરાબહેન અને મણિબહેન મળવા આવ્યાં હતાં. મીરાબહેનને ન મળવા દીધાં. એને ન મળવા દેવાના હુકમ તો એને કાલે જ મળ્યા હતા. પણ કહેતાં એને સંકોચ થયે. આજે હળવેથી બાપુને બેલાવીને કહ્યું. Gandhi Heritage Portal