પૃષ્ઠ:Mahadevbhaini Diary - Part 1.pdf/૧૬૫

વિકિસ્રોતમાંથી
આ પાનાનું પ્રુફરીડિંગ બાકી છે

________________

મીરાબહેને કાગળ લખ્યો તે પણ ન આપ્યું. બાપુને અને મીરાબહેનને સખ્ત આઘાત પહોંચ્યા. બાપુએ ડોલિને કાગળ લખ્યું કે, “ મીરાની મુલાકાત ન મળે તો મારે બીજી મુલાકાત પણ ન જોઈએ.” | મુંબઈના દંગાની સાથે કાનપુરની સરખામણી કરતાં વલ્લભભાઈ કહે : “ અહીં છેક કાનપુર જેવું તો ‘નહીં, કે જ્યાં પોલીસે જોયાં કીધું અને ‘જાઓ ગાંધીને પાસ ” એમ કહ્યું.” બાપુ કહે: “ૐ ભગવાન જાણે, મને તો એની પણ શંકા જાય છે - ભલેને છાપામાં ન હાય ! એ લોકોને તો એમ હશે કે મુંબઈ બહુ જોર બતાવે છે. તે લેતા જાઓ. મુંબઈ એ કરેલું બધું ધૂળમાં મેળવીએ. મને તો ગવનર તેફાનના વિસ્તારમાં નીકળ્યા એ રૂડું નથી લાગ્યું. એમાં પણ એવી ગંધ આવે છે કે જુઓ રાજ અમારું છે, અમારા વિના બીજા કોઈ કાંઈ કરી શકે એમ નથી.” મીરાબહેનને કોગળ આવ્યા. દુ:ખ તે બહુ થયું પણ ધીરજ રાખીને ગઈ. એણે પુરુષોત્તમદાસને પોતાની સેવા સોંપી હતી. અને કહ્યું હતું કે આ તોફાનમાં મારી પાસે ગમે તે કામ લે. હું જીવના જોખમે પણ કામ કરવા તૈયાર છું. અને એ પુરુષોત્તમદાસનો સંદેશો લઈને આવી હતી. પણ તે તે સુપરિન્ટેન્ડન્ટ ન આપ્યો. પણ સુપરિન્ટેન્ડન્ટ બિચારા શું કરે ? આજે . . .એ ન લખવાને કાગળ લખ્યો હતો. એને સખ્ત ચેતવણી આપવી પડશે, કે ગઈ કાલે આશ્રમની ટપાલ આવી. હંમેશના કરતાં મોટી હતી. ત્રણ બહુ લાંબા કાગળા હતા. તેમાં તાતારામના કાગળ અમૂલ હતા. રામચરિત વાંચીને મન પવિત્ર થાય કે આ કાગળ વાંચીને વધારે થાય એ કહેવું મુશ્કેલ છે. એમાં એની પત્નીનો ટ્રેક વૃત્તાંત હૃદયંગમ ભાષામાં આપ્યો હતા. પોતાના પિતાની પાસેથી દેજમાં ૫૦૦ પાઉન્ડ લાવેલી તેંમાંથી એક પૈસા પોતા માટે ન વાપરતાં બધા બાળકોની કેળવણીમાં અને શાળાનાં મકાનમાં વાપરી નાખ્યા. ૪૦ એકર શેરડી અને ૩૦ એકર બીજી ખેતી, એ ૭૦ એકરની ભારે ખેતી એક દિવસના તોફાનમાં ખેદાનમેદાન થઈ ગઈ.' ત્યારે ધણીધણિયાણીએ મકાઈ દળીને ખાધી. પણ ગંગાદેવીએ. પિતાની પાસે પણ કોડીની મદદ ન માગવા દીધી. અહીં દેશમાં આશ્રમનાં બાળકોને પોતાનાં માનીને રહી તે રહી. પોતાની માતા મરતી વખતે રામનામ લેવાનો ઉપદેશ અને વારસે આપીને મરી હતી તે ઉપદેશ અક્ષરશ: આ બહેને પાળ્યો. આ જોડું તો કોઈ દેવી હતું. ટૅન્સ્ટોયની વાતમાં ફિરસ્તા ૧૬ ૧: Gandhi Heritage Portal