પૃષ્ઠ:Mahadevbhaini Diary - Part 1.pdf/૧૬૭

વિકિસ્રોતમાંથી
આ પાનાનું પ્રુફરીડિંગ બાકી છે

________________

પણ એક કારણ છે. આવાં કારણને લઈને મારી સાથે સરખામણી કરવી એ યોગ્ય ન ગણાય. પણ આ વસ્તુ જેને સ્વયંસિદ્ધ ન લાગતી હોય તેને 'દલીલ આપીને સમજાવવી હુ યોગ્ય નથી માનતા. જેને સારુ બહારથી તજવીજ થઈ હોય અને તેથી જેને “ અ' વર્ગ મળે અને જેને સહેજે “ અ” વગ મળ્યા હોય તેની વચ્ચે થોડા ભેદ છે ખરા. પણ એ પાડવામાં કાંઈ માલ નથી. આદર્શ તો અવશ્ય એ જ છે કે વર્ગો હાવા જ ન જોઈ એ, અને તેથી જેનું વગીકરણ કરવામાં આવ્યું હોય તેણે ઉપલા કહેવાતા વર્ગના ત્યાગ કરવો જોઈ એ. આ આદશ તો અત્યારે બહુ થોડા જ સાચવે છે, ત્યાં . . , જેવી બાળા ઉપર લવલેશ પણ બને મૂકવાની ઈચ્છા નથી થતી. એ બહુ વિચારવંતી છે. પોતાની મેળે જે જે સંયમ પાળવાની તેની શક્તિ હશે તે પાળતી હશે જ. - ૬૧ મણિલાલને સારુ મે પ્રાર્થના કરી એ જ્ઞાનસૂચક નહીં પણ પિતાના પ્રેમની સૂચક હતી. પ્રાર્થના એક જ શોભે : * ઈશ્વર પિતાને ઠીક લાગે એમ કરે.' એ પ્રશ્ન ઊડી શકે છે કે એવી પ્રાર્થના કરવાનો અર્થ શું ? એનો ઉત્તર એ છે કે પ્રાર્થનાના સ્થૂળ અર્થ નહીં કરવા જોઈએ. આપણા હૃદયની અંદર રહેલા ઈશ્વરની હસ્તીને વિષે આપણે જાગ્રત છીએ અને મોહમાંથી છૂટવાને કારણુ ઘડીભર ઈશ્વરને આપણાથી ભિન્ત સમજીને તેને પ્રાર્થના કરીએ છીએ, એટલે કે મન આપણને જ્યાં ખેંચી જાય છે, ત્યાં જવા નથી ઈચ્છતા. પણ ઈશ્વર ભિન્ન હોય તો આપણે સ્વામી થઈ ને જ્યાં ખેંચી જાય છે ત્યાં જવું છે. મૃત્યુથી શ્રેય છે કે જીવવાથી શ્રેય છે એ આપણે જાણતા નથી. તેથી જીવીને રાચીએ નહી અને મરતાં મૂજીએ નહીં. બન્ને સરખાં છે એમ સમજી તટસ્થ રહીએ. આ આદર્શ છે. તેને પહોંચતાં વાર લાગે. અથવા કોઈક જ તેને પહોંચી શકે તેથી તે આદર્શને આપણે કદી ન છોડીએ, અને જેમ જેમ તેની કઠિનાઈ આપણને લાગતી જાય તેમ તેમ આપણા પ્રયતનને આપણે વધારતા જઈ એ. 2 “ પૂણીયુ ૧૦૦થી પણ વધારે હોઈ શકે. પણ ગમે તેટલાં વર્ષ થાય તાપણું કાલચક્ર જે અનંત છે તેમાં મનુષ્યના એક આયુષ્યની ગણતરી એક બિન્દુના કરોડમાં ભાગ પણ નથી. એને વિષે મેહ શા અથવા તેના હિસાબ શો ? અને જે હિસાબ આપણે કાઢીએ એ પણ કોઈ પણ પ્રકારે નિશ્ચયાત્મક હોઈ જ ન શકે. અનુમાનથી જ એટલું કહી શકાય કે વધારેમાં વધારે આયુષ્ય કેટલું હાય. બાકી તો આપણે તંદુરસ્ત બાળકને પણ મૃત્યુ પામતાં જોઈ એ છીએ. વિયી દીર્ધાયુ ન હોઈ શકે ૧૬૩ Gandhi Heritage Portal