પૃષ્ઠ:Mahadevbhaini Diary - Part 1.pdf/૧૬૮

વિકિસ્રોતમાંથી
આ પાનાનું પ્રુફરીડિંગ બાકી છે

________________

એવું પણ નથી કહી શકાતું. વધારેમાં વધારે આટલું કહી શકાય કે જેનું જીવન પ્રથમથી જ સાદુ હોય, વિષયરહિત હોય તે ઘણેભાગે દીર્ઘજીવી થાય. પણ કેવળ દીર્ઘ વી થવાને સારુ જે માણસ વિષયેની ઉપર કાબૂ મેળવે છે' તેણે તો ઉંદરને સારુ પહાડ છેદવાના જેવું કયુ” કહેવાય. વિષયાને આપણે જીતવા છે તે આત્માને ઓળખવાને સારુ. વિાને જીતવા જતાં દેહ લંબાવાને બદલે ટૂંકા થતા હોય તો તેને ટૂંકા થવા દેવા. નીરોગી અથવા દીર્ધાયુ શરીર એ વિષયરહિતતાનું નાનામાં નાનું પરિણામ છે.” આજે પ્રભુદાસના લાંબા કાગળ બેલગામથી આવ્યા. અને બાપુએ પણ ૬ ૦૦ શબ્દનો લાંબા કાગળ લખ્યો. મગન રેટિયા ૨૦-૬- રૂ ૨ ઉપર ૧૪ દિવસના પરિશ્રમને અંતે પોતાને મળેલા કાબૂ વિષે સંતોષ પ્રદર્શિત કરે છે. રેંટિયાની યુક્તિને વખાણે છે. એ રેટિયાને અજમાવવાનો પોતાને સંક૯૫ ઘરડા, અને અશક્ત હાથના કારણે ફળે તે માટે પોતાને ધન્ય માને છે અને પ્રભુદાસને લખે છે : “ જે રસ હું તારા રેટિયામાં લઈ રહ્યો છું તે તું પ્રત્યક્ષ જુએ તો તારુ વજન એક બે શેર તો તુરત વધી જાય, એટલો તને આનંદ થાય. હાથને કાંઈ ન હતું ત્યારે જ તારા રેટિયાનો પ્રયોગ કરવાનો સંકલ્પ કરી ચુકડ્યો હતો. હવે તો પરાણે પુણ્ય કરવું પડે છે. કાં તો કાંતવાનું છૂટે અથવા એ જ રેંટિયા ઉપર કતાય.” આટલું લખાવીને કહે : “ મહાદેવ, Necessity is the mother of invention નું ગુજરાતી શુ ? ” મેં કહ્યું : જરૂરિયાત એ શોધની જનેતા છે. એમ એ ત્રણ ઠેકાણે લખાયેલું જોયું છે. પછી વિચારવા લાગ્યા. વલ્લભભાઈને પૂછવું. વલ્લભભાઈ એક પછી એક કહેવતો ઠોકવા લાગ્યા. ગરજે ગધેડાને કાકો કહેવા પડે છેઇત્યાદિ. મે કહ્યું : ગરજ ગધેડાના પણ ઘેાડા બનાવે એમ કદાચ થઈ શકે. પછી બાપુ કહે : બસ, મને સૂઝી ગયું છે, હવે લખો : “ એટલે જેમ ભીડમાં આવેલા માણસને નવી અકકલ સૂઝવ્યાં કરે છે તેમ અત્યારે ભીડમાં આવેલા હું મારી રેંટિયા પર આવેલી ગતિ વધારવાની યુક્તિએ શેાધ્યાં કરીશ. એ દરમ્યાન તું છૂટે ત્યારે જો હું તે વખતે મુલાકાત લેતો હોઉં તો તું મળી જશે અને નવું કંઈક શીખવી જજે.” પ્રભુદાસે ગીતામાં ‘ સામે રાવણે ગંગ’ આવે છે, “મસ્વર: ' આવે છે તેમાં * માર:' ના શે અર્થ થાય છે એમ પૂછયું. અને ઈશ્વર એટલે તમે ૧૬૪ Gandhi Heritage Portal