પૃષ્ઠ:Mahadevbhaini Diary - Part 1.pdf/૧૬૯

વિકિસ્રોતમાંથી
આ પાનાનું પ્રુફરીડિંગ બાકી છે

________________

સત્ય કહો છો તો માણસ સત્યનું પ્રતીક શું કરે ? રામનામ જપે પણ રામ કોણ ? એવી મૂ ઝવણ પૂછી હતી. તેને લખ્યું : ‘‘ મજુર: એટલે સત્યપરાયણ. * ચરણપ મમ ચિત્ત નિષ્પદિત કરો હે.' એમાં ચરણપદ્મ એટલે સત્યનારાયણનાં ચરણપદ્મ – એ શબ્દ વાપરીને ભક્ત સત્યને મૂર્તિમાન કર્યું. સત્ય તો અમત છે. એટલે સૌ પોતાને ઠીક લાગે તેવી સત્યની મૂર્તિ કરી લે. એ ક૯૫ના છે .એટલું સમજયા પછી અસંખ્ય માણસ અસંખ્ય મૂર્તિ કપે. એ બધી જ્યાં લગી એ ક૯પના જ ચાલે ત્યાં લગી સાચી જ છે. કેમ કે એ મૂર્તિમાંથી માણસ જે પોતાને સારુ જોઈ એ તે મેળવી લે છે. ખરું જોતાં તે વિઘણુ, મહેશ્વર, બ્રહ્મા, ભગવાન, ઈશ્વર, એ બધાં નામ અથ વિનાનાં અથવા અપૂર્ણ અર્થવાળાં છે. સત્ય એ પૂર્ણ અર્થવાળું નામ છે. ભગવાનને સારુ મરશું એમ કાઈ કહું તો એનો અર્થ એ પોતે નહીં સમજાવી શકે અને સાંભળનાર પણ ભાગ્યે જ સમજશે. સત્યને સારુ મરશું એમ કહેનાર પોતે સમજે છે, અને સાંભળનાર પણ એનો અર્થ ઘણે અંશે સમજી શકશે. રામ એટલે શું એમ તું પૂછે છે. એનો અર્થ શું સમજાવું અને તેને તું જાપ જપે તો એ લગભગ નિરર્થક છે. પણ જેને તું ભજવા ઇચ્છે છે તે રામ છે એમ સમજીને તું રામનામ જપે તે જ તારે સારુ તે કામધેનુ થઈ શકે. એવા સંક૯૫થી તું જપે, પછી ભલે પોપટની જેમ જ જપતો હોય. તારા જપની પાછળ સંકલ્પ છે, પોપટના જપની પાછળ નથી. એ માટે ભેદ છે. તે એટલે લગી કે સંકલ્પને લઈને તું તરી જઈ શકે છે. પાપટ સેકપરહિત હોવાથી થાકીને છોડી દેવાના. અથવા સ્વામીને અર્થે કરતા હોય એટલે પોતાના ખાવાપીવાનું દહાડિયું લઈને શાંત થશે. એ દૃષ્ટિએ તારે કંઈ પ્રતીકની જરૂર નથી અને એથી જ તુલસીદાસે રામ કરતાં નામનો મહિમા વધારે ગયે. એટલે કે રામને અર્થની સાથે કાંઈ સંબંધ નથી એમ સૂચવ્યું. અર્થ તો ભક્ત પોતાની ભક્તિ પ્રમાણે પાછળથી પેદા કરશે. એ તો આવા જાપની ખૂબી રહેલી છે. નહીં તો જડમાં જડ મનુષ્યને પણ તેથી ચેતન આવે છે એમ કહેવું સિદ્ધ જ ન થઈ શકે. શરત એક જ છે, નામજપ કોઈ ને દેખાવા સારુ ન હોય, કોઈને છેતરવા સારુ ન હોય. મેં જણાવ્યું તેમ સંક૯૫પૂર્વક અને શ્રદ્ધાપૂર્વક જપવાના હોય. એમ જપતાં જે માણસ થાકે નહીં એ માણસને સારુ એ કુતરુ થઈ પડે એ વિષે મને શંકા નથી જ. જેને ધીરજ હોય એ બધા પોતાને સારુ સિદ્ધ કરી શકે છે. પ્રથમ તો કોઈને દિવસે સુધી, કોઈ ને વર્ષો સુધી એ જપ વખતે મન ભમ્યાં કરે. બેચેન રહે, ઊંઘ આવે, એથી પણ વધારે દુ:ખદ પરિણામ આવે, તોયે જે માણસ જયાં જ કરશે તેને એ જપ ળવાના જ છે! ૧૬૫ Gandhi Heritage Portal