પૃષ્ઠ:Mahadevbhaini Diary - Part 1.pdf/૧૭૦

વિકિસ્રોતમાંથી
આ પાનાનું પ્રુફરીડિંગ બાકી છે

________________

એ નિઃસ દેહ વાત છે. રેટિયા જેવી સ્થૂળ વસ્તુ આપણને અકળાવ્યા પછી જ હાથ આવે છે, બીજી વસ્તુઓ એથી પણ અઘરી, એથી પણ વધારે કષ્ટ પીને સિદ્ધ થાય છે. તે જે ઉત્તમ વસ્તુને પામવા ઈચ્છે છે તે પોતાને અપાયેલી દવાનું ધીરજપૂર્વક સેવન દીર્ધકાળ લગી ન કરે અને નિરાશ થઈને બેસી જાય તો એને વિષે શું કહીએ ? મને લાગે છે કે આટલામાં તારા બધા પ્રશ્નના જવાબ આવી જાય છે. કેમ કે આ રીતે લખ્યા પછી તારે પૂછવાપણું કાંઈ રહેતું જ નથી. શ્રદ્ધા બેસે તો હાલતાંચાલતાં, ખાતાંપીતાં, સૂતાંએસતાં, એ જ રટણ કર, હારવાનું તો છે જ નહીં. ભલે આખે જન્મ એમાં ચાલ્યો જાય. આ કરી જો અને દિનપ્રતિદિન તું વધારે વેલારે શાંતિ ભોગવતો જશે એ વિશે જરાય શંકા કરીશ મા.” આજે “ લીડર ’માં “ ન્યૂ સ્ટેટ્સમૅન’ના ૭મી મેના લેખના ઉતારા હતો તે વાંચી સંભળાવ્યા. બાપુ કહે : “ ઉત્તમ લેખ છે.” બદામ સવાબે રૂપિયાના રતલના ભાવની હોય તો છોડવાનો નિશ્ચય કર્યો હતો, ત્યાં તો એ ૧૨ આને રલની નીકળી. વલભભાઈ કહે : ** અમે પણ વિચાર કર્યો કે ચાલો ત્યારે આપણે પણ ખાઈ એ.” બાપુ કહે : તમે શું ખાવાના હતા ! ” મેં કહ્યું : ** દૂધ ઘી તજીને ખાવા માંડવું જોઈ એ.” વલ્લભભાઈ : ૮ ના, બકરીનું દૂધ ઘી તજીએ, બાપુએ પણ એ જ તયુ છે ના ! ' મુંબઈમાં તેહાન લગભગ શમ્યાના ખબર છે – શમ્યું એટલે શનિવારે ખૂન નથી થયાં, પણ ૨૦-૨૫ જણ ઘાયલ તા થયા ૨૨––'રૂ ૨ જ છે. . . . ડાહ્યાભાઈ મણિબહેન અાવી ગયાં. તેમની પાસેથી ખબર એવા છે કે . . . સરકારે પણ કેંગ્રેસ પાસે જાઓ એમ સંભળાવેલું. એટલે બાયુનો ડર સાચા હતા. આજે સાંજે આ તોફાનાથી ઊપજતા વિચારોની એકબીજા વચ્ચે આપલે કરી. વલ્લભભાઈ કહે : “ સીધા ન લડે, અને પાછળથી છરી મારી જાય, ખાદી પહેરી ખાટા વેપ લઈને ચાલીએામાં ઘણી સ્ત્રીઓને મારી જાય તેને શું કરીએ? આપણે લોકોને શી સલાહ આપીએ ? ” બાપુ કહે : “ મેં તો મારે રસ્તો બતાવેલા છે. કાં તો લડી લે કાં તો મરો.” વલ્લભભાઈ : * લડી તે શી રીતે લે ? એના જેવું તો કોઈએ ન કરે.” બાપુ કહે : “ એ બરાબર નથી. બધા કરે. ગઈ લડાઈમાં શું થયું હતું ? Gandhi Heritage Portal