પૃષ્ઠ:Mahadevbhaini Diary - Part 1.pdf/૧૭૧

વિકિસ્રોતમાંથી
આ પાનાનું પ્રુફરીડિંગ બાકી છે

________________

આ લડાઈ જ છે એમ સમજે. એ લોકો તો લડાઈ સમજીને જ આવા અત્યાચાર કરે છે. કાનપુરમાં તો હિંદુઓએ મુસલમાનોની જેમ કર્યું હતું ના? અને મુંજે તો સાફ કહે છે ના, કે એ લોકોને એ લોકોની રીતે હંફાવવા. હું એને બહાદુર ગણું છું. એ તડ અને ફડ ચાખું કહી દે છે. હું કહું છું કે આપણે એમની સાથે એમની રીતે લડી શકીએ તેમ નથી કારણ એ આપણા હાડમાં નથી. માટે આપણે મરી છૂટવું. આજે જે અહિંસા પાળી રહ્યા છીએ એ તો વ્યવહાર અહિંસા છે, અને એ અહિંસાની મુસલમાન ઉપર અસર નહીં થાય.” મેં કહ્યું : “ સામસામા ઊભા રહીને મેટા સમૂહ લડતા હોય તો કદાચ એક સમૂહને મરી જવાનું કહો તે જાણીબૂજીને મરવાને તૈયાર થાય એમ કુલપી શકીએ. પણ છૂટાં છવાયાં ખૂન થાય, લૂ ટો થાય એમાં શું થાય ? બાપુ : “ એમાં પણ એ જ થાય. એવાં છૂટાં ખૂન થાય તેના આપણે સમજપૂર્વક પ્રતિકાર ન કરીએ એ આજે કોઈ ને ગળે ઊતરે એમ નથી, એટલે મારી સલાહ નકામી છે. મારાથી કંઈ ન થાય તેની અડચણ નથી, પણ મારી અહિંસાની સલાહ તમને ગળે ન ઊતરે એ મારી નબળાઈ છે. એ અહિંસાની આપોઆપ અસર થવી જોઈ એ એ નથી થતી એટલી એ કાચી છે. અને છતાં સમાજ મારા તરફ સલાહ માટે જુએ એ મહા કરુણ દશા છે. એ તો સમાજે સાપે છછુંદર ગળ્યા જેવું થયું છે. હું ન હાઉ” તે સમાજને કંઈકે સૂઝ પડે, મારી હાજરી એ સમાજને અંતરાયરૂપ છે અને એવા સંજોગોમાં અનશન એ જ મારે માટે એક ઉપાય હાય. પણ એ કરવું જોઈએ એમ મને નથી લાગ્યું. બહાર હાત - અને મુંબઈમાં જ હોત તો કદાચ એ શરૂ પણ કરી દીધું હોત.?” મેં કહ્યું : “ ત્યારે આપણે અંદર છીએ એ એક રીતે ઈશ્વરના પાડ જ ના?” બાપુ : ** એક રીતે કેમ? અનેક રીતે. આપણે બહાર હોત તો શું કરી શકવાના હતા? કશું કરી ન શકત.” મેં કહ્યું : “ હવે તો ઉઘાડી અંદર અંદરની લડાઈ ફાટી નીકળે તો નવાઈ નહીં.” બાપુ કહે : “ ના, કાહાટમાં થઈ જ હતી ના ? અને વિલાયતમાં શું હતું? મે મુસલમાન પાસે જે અપમાન સહન કર્યા છે, જે કડવા ઘૂંટડા પીધા છે તેની કાને વાત કરું ?” - આજે રિહાનાબહેનને કાગળ લખતાં લખ્યું : “તમને બધાને આબુની હવાથી ફાયદો થયા હશે? અબજાન વાંચે છે ? ત્યાં તો સાવ જુવાન થઈ ગયા હશે. મુંબઈના ગાંડપણે આપણા નાચગ સાવ ભુલાવી દીધા છે. હું સમજી જ નથી શકતા કે ઇન્સાન ઇન્સાનની સાથે ધર્મને નામે કેમ લડી શકે. પણ હું મનને અને કલમને રામુ. હમણાં તો આ ઝેરના પ્યાલા પી રહ્યો છું.” ૧૬૭ Gandhi Heritage Portal