પૃષ્ઠ:Mahadevbhaini Diary - Part 1.pdf/૧૭૪

વિકિસ્રોતમાંથી
આ પાનાનું પ્રુફરીડિંગ બાકી છે

________________

inspire youth with hope when they are on the brink of despair." ‘તમે જે કામ કરી રહ્યા છો એ અઘરું છે, પણ આપણા લોકોને એ જ રીતે મદદ કરી શકાય. મોટા પાયા ઉપર રાહત આપવાને માટે ચરખાની અવેજીમાં બીજી કોઈ વસ્તુ ન ચાલી શકે. - ૪% જ્યાં સુધી સેવા કરવાની શરતમાં તમે જુવાનોને પણ હરાવી દો છો અને મુશ્કેલીના વખતમાં પણ તમારા ઓરડાને હાસ્યથી ગજાવી મૂકી શકે છે, વળી જુવાનિયાએ જ્યારે નિરાશાની ધાર પર આવી ગયા હોય ત્યારે પણ તેમનામાં આશા રેડી શકે છે, ત્યાં સુધી તમે ધડપણ આવ્યાની વાત કરી એ કાણુ માને ? ઉદ્ર ચોપડીમાંથી રોજ રોજ નવી નવી શોધા બાપુ કરતા જાય છે. એમાં મહંમદ બેગડાને પાડે છે. એના નાસ્તાનું વર્ણન, ૨૩-- રૂ ૨. જાણે કાંઈ પરાક્રમનું વર્ણન અપાતું હોય તેમ અપાયેલું છે. ૧૫૦ કેળાં, એક પ્યાલા મધ, એક પ્યાલા ઘી, ઈત્યાદિ. આથી ઊલટું શિવાજીના પાઠમાં શિવાજીને વિષે લખતાં જરાય વિવેક કે વિનય નહી. એ બિનકેળવાયેલે, ગામડયે, સંસ્કાર વિનાનો, લૂટારા, વગેરે. 2 આજે આશ્રમની ટપાલના કાગળાની સંખ્યા ઓછી હતી - ૩૯. જોકે કાગળે ડીફર્ડીક લાંબા હતા. બહારના કાગળે લાંબા હતા. કેટલીક વાર બાપુ અજાણ્યું એવું કડક લખી દે છે કે સામા માણસ દિક્યૂ થઈ જાય. અને કાગળ હનુમાનપ્રસાદ પેદારને લખાયા. એમણે પૂછયું હતું કે જિંદગીમાં એવા કયા પ્રસંગો આવ્યા જ્યારે તમને ઈશ્વરને વિષે બહુ શ્રદ્ધા વધી ગઈ ? બાપુએ એને લખ્યું : “ એવા કોઈ પ્રસંગ મને યાદ નથી જયારે અશ્વિરને વિષે શ્રદ્ધા ખાસ વધી ગઈ. એક વાર શ્રદ્ધા નહોતી તે ધર્મવિચાર અને ચિંતવનથી આવવા લાગી, અને તે વૃધતી જ ગઈ છે, જેમ જેમ ઈશ્વર હૃદયને વિશે બિરાજે છે એ જ્ઞાન વધતું ગયું છે તેમ તેમ. પણ આ સવાલ તમે શા સારુ પૂછો છો ? “ કલ્યાણ માં ભવિષ્યમાં છાપવા માટે ? તો એ નિરર્થક છે. અને જો તમારે માટે પૂછળ્યો હોય તો મારે કહેવું જોઈએ એ કે આ બાબતમાં પારકાના અનુભવ ન ચાલે. ઈશ્વરને વિષે શ્રદ્ધાબદ્ધ સતત પ્રયત્ન કરવાથી જ શ્રદ્ધા વધે.’ ૧૭૦ Gandhi Heritage Portal