પૃષ્ઠ:Mahadevbhaini Diary - Part 1.pdf/૧૭૭

વિકિસ્રોતમાંથી
આ પાનાનું પ્રુફરીડિંગ બાકી છે

________________

થયેલાની સાથે સંવાદ કરવા બેસે તો થઈ શકે કે ? આ બધું ફરી વિચારી જેને અને વિચારશો એટલે જણાશે કે આ ઐતિહાસિક કિસ્સો ભવ્ય અને સંપૂર્ણ ત્યાગનો છે, અને તેમાં નિમિત્ત બનેલ પાણી લઈ જનારની ટીકા કરવાનું કાંઈ પણ કારણ રહેતું નથી. ઘણે ભાગે ઇતિહાસમાં આવાં સંપૂર્ણ દષ્ટાંતો નથી મળી આવતાં. કંઈક ને કંઈક ખામી ક્યાંક હોય છે.' પણ મારી દષ્ટિએ આમાં ક્યાંય ખામી જોવામાં નથી આવતી.” | - દરબારી સાધુને કુસ્તીસદરામાં કાંઈ અર્થ ન લાગવાથી તેણે એ જ છે અને એનાં સગાંવહાલાંને તેથી દુઃખ થાય છે. એને બાપુએ લખ્યું : દરબારીને કહેજો કે એને કસ્તી અને સદર છેડવાની કંઈ જરૂર ન હતી. અને પાછા જાય ત્યારે પહેરે એ જ શોભે. એ પહેરવામાં પાપ નથી, વહેમ પણ નથી. પહેરવાથી કોઈને નુકસાન નથી અને ન પહેરવાથી પારસીઓને આઘાત પહોંચે. આમ કારણ વિના આઘાત પહોંચાડવાનું સેવકનું કામ નથી, અને એમાં અહિંસાને ભંગ છે. પોતાના મનમાં એના વિષે ખેટે આદર ન હોય એટલે બસ છે. એમાં રહેલી બુતપરસ્તી નીકળી જવી જોઈએ. અને તે તો નથી જ. પારસી હોવાનું એ બાહ્ય ચિહ્ન છે, એ કાઢી નાખવાનું મને કોઈ રીતે યોગ્ય નથી લાગતું. એને સારુ જરાતનાં પુસ્તકો લઈ આવવાનું ડાહ્યાભાઈને કહ્યું છે. મેં જરથોસ્તનાં વચનો વાંચ્યાં છે. વૈદીદાદનું ભાષાંતર ઘણાં વર્ષ પહેલાં વાંચી ગયો હતો. એ નીતિથી ભરપૂર છે. બહુ પ્રાચીન ધમ હોવાથી એવો સંભવ છે કે બધા પારસી પ્રથા આજ માજીદ ન હોય. અને તેથી જે જ્ઞાન ઉપનિષદ વગેરેમાંથી મળે છે તે જરથોસ્તનું જેટલું રહેલું છે તેમાંથી ન મળે એ સંભવ છે. જે મળી શકે છે તે દરબારીએ જોઈ વિચારી જવું જોઈએ. પણ આટલું તો આજેય સ્વીકારાયેલું જ છે કે જરથોસ્તને આધાર વેદો છે. મને યાદ છે તે પ્રમાણે વંદીદાદના ભાષાંતર કર્તાએ છંદ અને સંસ્કૃતની વચ્ચે બહુ સામ્ય બતાવ્યું છે એટલે જે કાંઈ પણ પારસી ધર્મપુસ્તકમાં આજે ન જોવામાં આવે તેની પૂરણી વેદો અને ઉપનિષદોમાંથી કરવામાં પારસી ધમને કે પારસીપણાને કંઈ જ ઓછપ નથી. ખરું જોતાં તો પોતાના ધર્મને વળગી રહેતાં ગમે તે બીજા ધર્મમાં જે કાંઈ વિશેષતા લાગે તે લઈ લેવાના આપણને અધિકાર છે. એટલું જ નહીં પણ એમ કરવાને આપણા ધર્મો છે. બીન ધર્મમાંથી કાંઈ ન લઈ શકાય એનું નામ ધર્મો ધપણું છે અને તે દરબારી અને આપણે બધા તરી ગયા છીએ.” - ભુ એ પૂછેલું : “ તમે સત્યને ઈશ્વર માના, જગતને કાઈ કર્તા ન માને, છતાં તમે ધૂણી વાર અંતરનાદ સાંભળી કામ કરી છેએ શું ? ૧૭૩ Gandhi Heritage Portal