પૃષ્ઠ:Mahadevbhaini Diary - Part 1.pdf/૧૭૯

વિકિસ્રોતમાંથી
આ પાનાનું પ્રુફરીડિંગ બાકી છે

________________

to stare me in the face sometimes. And you can imagine what the reading of the Ramayana means to me? "I can fairly say that I felt more pleasure in giving up the pen this time, than I have ever felt in possessing one. If I look with envy on anyone it is not the man who has possessions, but the man who lives voluntarily and happily without any. , ૬૬ કાલે રાતે લગભગ ૪૦ મિનિટ રામાયણ વાંચ્યું. જેલમાંથી નીકળી ત્યારે ગ્રિથિના પૂર્ણ અનુવાદમાં લગભગ અડધે પહોંચી હતી. મારે એ પુસ્તક પહેલે પાનેથી છેલ્લે પાને સુધી પૂરું વાંચી જવું છે. એટલે એ પુસ્તક હું મારી સાથે જ રાખું છું. એ વાંચતાં મને જે અસાધારણ આનંદ અને શાન્તિ મળે છે, એ લખ્યું જાય એમ નથી. એમાંનાં વર્ણન વાંચતાં શા આનંદ આવે છે ! જંગલે, આશ્રમે, પશુપંખીઓ, ખેડૂતો, ખેતરો, ગામડાં, શહેરે, આ બધાં ચાર પાંચ હજાર વર્ષ થઈ ગયાં છતાં આ ધન્ય ભૂમિના પડ ઉપર હજી એવાં જ છે. આપણે યુરોપથી આ વખતે પાછાં અાવ્યાં પછી હિંદુ સંસ્કૃતિમાં રહેલાં એ ગંભીર, શામિય, શાશ્વત આનંદનો અનુભવ હું બેવડે (ને એ શકચ હોય તે) લઈ રહી છું. મારા દિલની અંદર એ વસ્તુ દીર્ઘકાળના સંસ્કાર જાગ્રત કરે છે; જાણે પુરાણા કાળથી હું એ બધાને જાણતી અને ચહાતી જ ન હોઉં ! કાઈ કેાઈ વાર તો એવું થાય છે કે જાણે મારા બધા પૂર્વ જન્મો આવીને મારી સામે તાકી ન રહ્યા હોય. રામાયણનું વાચન એટલે મારે મન શી વાત છે એ આ ઉપરથી આપ સમજી શકશે. | “ હું કહી શકું છું કે આ વખતે પેન રાખવા કરતાં પેનનો ત્યાગ કરવામાં મેં વધુ આનંદ અનુભવ્યું. હું જે કાઈની અદેખાઈ કરતી હોઉં તે જેની પાસે વધુ પરિગ્રહ હાય છે તેવાની નહીં, પણ જેઓ રાજીખુશીથી અને આનંદથી પરિગ્રહ વિના રહે છે તેવાઓની જ કરું છું.”] નટરાજનને કાગળ આવ્યા. તેમને લખ્યું હતું કે તમે ‘ઇન્ડિયન સોશિયલ રીમર'માં જેટલું સખ્ત લખવું જોઈએ તેટલું ન લખ્યું'. પેલા સાપનું માથું ખાઈ જનાર અને ઝેર પીનાર ઉપર, અને તેના જલસામાં જનાર ઉપર. તેમણે લખ્યું : "As for my paragraph about occult powers which you feel might have been stronger, it is curious but I seem to ૧૭૫ Gandhi Heritage Portal