પૃષ્ઠ:Mahadevbhaini Diary - Part 1.pdf/૧૮૫

વિકિસ્રોતમાંથી
આ પાનાનું પ્રુફરીડિંગ બાકી છે

________________

એની સામે આ સત્યાગ્રહની લડત. કેવા બળવાન યાદ્ધા સાથે લડવાનું છે ? છતાં અનંતકાળનું યુદ્ધ હોય તેાયે આથડ જ છટકો છે. કાલે બાપુને ઉદ્ કોપી લખતા જોઈને સરદાર કહે : “ એમાં જે જીવ રહી જશે તે ઉદ્ મુનશીનો અવતાર લેવા પડશે !” પછી કહે : ** તમારુ’ ચાલે તે પગે પણ કલમ ચલાવે.” બાપુ કહે : “ હાથ ખેટકી પડે તો તેવુંય કરવું પડે. તમને ખબર છે કે ઘુમલી આગળ મૂ ળુ માણેક અને જોધા માણેક અંગ્રેજ સામે લડતા લડતા પડયા ત્યારે તેમણે પગ વતી બંદૂક ચલાવી હતી. ત્યારે જે પગ વતી ગાળી ચાલી તા પગ વતી કલમ ન ચાલે અને રેટિચા નહીં ચાલી શકે ? હા, પગ વતી પૂણી ન ખેંચી શકાય તે દુ:ખની વાત છે.” આજે ફુટિયા ચલાવતાં પૈડું કરે નહીં. અને હાથ ન અડાડવાની તે પ્રતિજ્ઞા લીધી છે એટલે પગને અંગૂઠે જ એને હલાવવાનું. એક હાથમાં પૂણીને લાંબે તાર, એક પગ પગા ઉપર અને બીજો પગ ઊંચો કરીને તે પિડું' ફેરવતા બાપુ જાણે નટરાજ લાગતા હતા. વલ્લભભાઈ કહે : “ મારી પાસે કેમેરા હોય તો છબી પાડી લઉં.” | ચરાડામાં હજારો દુકાના બળો, કારણ આકસ્મિક આગ આપવામાં આવે છે. બાપુ કહે : ** હું આ સરકાર ઉપર એટલે બા વહેમાઈ ગયા છું કે મને એમ થાય છે કે રખેને આ લોકોના એમાં હાથ હાય. જેવું મુંબઈમાં તેવું ચરાડામાં.” નારણદાસ ઉપર બાપુ મુગ્ધ છે. દેવદાસને લાંબા કાગળ લખ્યો તેમાં એનાં ભારે વખાણ કર્યા, કાલે તેમને લખેલા કાગળમાં તો હતાં જ. 4 અને પડખે નારણદાસ જેવા સાધુપુરુષ. નારણદાસની દેતા, સહનશીલતા, હિંમત, ત્યાગશક્તિ, વિવેકબુદ્ધિ વગેરે મારા જેવાને પણ અદેખાઈ કરવા જેવાં લાગે છે. એણે મને આશ્રમને વિશે તદ્દન નિશ્ચિંત કરી મૂ કલ્યો છે.” નારણદાસને લખતાં કહ્યું હતું: “ અમે અંદર રહ્યા તાપ ભાગવતા નથી, તમે આંતર અને બાહ્ય તપશ્ચર્યા કરી રહ્યા છે.” e ઉર્દુ અભ્યાસ વિષે લખતાં દેવદાસને લખે છે : “ દરેક વાચનમાળાના ઐતિહાસિક ભાગ હોય છે. એમાં પેગંબરનું અને એના જમાનાનું કેટલુંક હાય છે અને કેટલુક હિન્દુસ્તાનમાં થઈ ગયેલા મુસલમાન બાદશાહને હોય છે. એમાં જે દષ્ટિબિંદુ રાખવામાં આવે છે એ હું જોઉં છું કે બધાંએ સમજવું જોઈ એ. ઉના પરિચયની અગત્યતા હું વધારે ને વધારે જોઈ રહ્યો છું. લખવાથી કાગળપત્રો લખી શકાય એ ઉપરાંત વધારે અને ખ રો ફાયદો તો એ છે કે લુખવાથી ભાષા ઉપર કાબુ વધારે મળે છે. ૧૮૧ Gandhi Heritage Portal