________________
- પછી ટિનસ સાધનાનું વર્ણન કરે છેઃ
“ અંતર્મુખ થઈ જા અને તારા અંતરને જે. તેમ કરતાં પણ તારામાં તને સૌદર્ય ન દેખાય, તો શિ૯૫કાર જેમ મૂર્તિને વિષે કરે છે તેમ તું કર. મૂર્તિ સુંદર તા થવી જ જોઈ એ. એટલે અમુક ભાગ તે કાપી નાખે છે, અમુક ભાગ છોલી નાખે છે. આમ ઘડતો ધડતા તે પોતાની મૂતિને સુંદરતા અપે છે. તે જ પ્રમાણે તું પણ તારામાં જે અતિશયતા હોય તે ફેકી દે, વક્રતા હોય તે કાઢી નાખી ઋજુતા ધારણ કર. જે અંધકારમાં પુરાયેલું હોય તેને તેમાંથી છોડવવા માટે મથ, જેથી એ પ્રકાશમાં આવે. આ પ્રમાણે તારી પોતાની મૂર્તિ ઘડવાનો પ્રયત્ન જરા પણ થાભાવીશ ના, જયાં સુધી દેવની માફક સગુણની પ્રભા તારી ઉપર ચમકી ન ઉઠે અને તારી આખા એના નિર્મળ સિંહાસન ઉપર આરૂઢ થયેલી શાન્તિ - સમતાનાં દર્શન ન કરે.' ' ' બાપુએ એને લખ્યું : "The passages are very striking and very beautiful, but first is good for all times, while the second may not appeal to the modern mind. I do not find it difficult to understand it."
- તમે મોકલેલા ફકરા ભારે ચમત્કૃતિવાળા અને બહુ સુંદર છે. તેમાંના પહેલે શાશ્વત મૂલ્યવાળા છે, જ્યારે બીજો આધુનિક માનસને અપીલ ન કરે. એ સમજવું મને મુશ્કેલ નથી લાગતું.”
મે' બાપુને પૂછયું : “ કેમ આપને બીજા ફકરા વિષે એમ લાગે છે ?' બાપુ કહે : “ એમાંથી દંભ પેદા થવાનો સંભવ છે. કાને પોતાની પ્રગતિથી સંતોષ થાય અથવા થા જોઈ એ ? કાને એમ લાગે કે હવે તો પોતે દેવાની પ્રભાથી ચમકતા થયા છતાં આવું વાંચીને કેટલાકને એમ થઈ જાય. નથુરામ શર્મા આવી વૃત્તિથી બગડ્યો છે. લાગલા જ એમ માનતા થઈ જાય કે આજે કામને હા, કાલે ક્રોધને હણીશ. ‘મસૌ મય દુતઃ રાત્રુ નળે વાપરનાવિ ” ?? “ ગીતાકારે આવા સંબંધમાં તો આ વાક્ય ન જ વાયુ હાય. આપ એને કાતિલ અસર કરે તેવી રીતે અત્યારે વાપરી રહ્યા છે..” બાપુ હસ્યા અને કહે : ** નહી, પણ સાચી જ વાત છે, નહીં તો મૂર્તિ ઘડનારની ઉપમા બરાબર નથી. આત્માને તે એવી રીતે ઘડાતા હશે ? બાકી આપણે એને મર્મ સમજીએ એ બરાબર. નિત્ય પોતાની જાતને તપાસ્યા કરવી અને હજી કેટલું અંતર કાપવાનું બાકી છે તેનો વિચાર કરવો.” ૧૮૪ Gandhi Heritage Portal