પૃષ્ઠ:Mahadevbhaini Diary - Part 1.pdf/૧૮૯

વિકિસ્રોતમાંથી
આ પાનાનું પ્રુફરીડિંગ બાકી છે

________________

ગઈ કાલે વેડછી આશ્રમના સામાન જપ્ત કરેલ તેમાં રેંટિયા અને વણાટ વગેરેનો સામાન હતો તે સરકારે બાળે એવી ૨૧--૨૨ ખબર આવી. કરાડીની ઝૂંપડી તો અકસ્માત બળી ગઈ હતી. પણ આ રેંટિયા તો સરકારના કાજામાં ગયા હતા એટલે બાળ્યા એમ કહેતાં સકાચ શાને હાય ? - સરદારનું કેટલીક બાબતોનું અજ્ઞાન વિસ્મય પમાડે છે. મને પૂછે કે વિવેકાનંદ કોણ હતા ? અને ક્યાંના હતા ? એ બંગાળી હતા એમ જાણ્યું ત્યારે આજે જરા વિશેષ સ્પષ્ટીકરણ કર્યું" કે રામકૃષ્ણ અને એ બન્ને બંગાળમાં જન્મેલા ? “ લીડર’માં એક નોંધમાં સુભાષને કાગળ આવ્યા હતા. તેમાં એણે પોતાના આદર્શ પુરુષ તરીકે વિવેકાનંદને વર્ણવ્યા હતા. એટલે સરદારે આટલું કુતુહલ જણાવ્યું હશે. અને એ બંને બંગાળમાં જન્મેલા એમ આજે પૂછયું. હવે તો રોમે રોલાંનાં ‘રામકૃષ્ણ પરમહંસ', અને વિવેકાનંદ” બંને પુસ્તકો વાંચી જવાના.

  • સંધર્યો સાપ પણ કામના' એ કહેવત શી રીતે ઉત્પન્ન થઈ ? બાપુએ એક વાત કરી કે “એક ડોશીને ત્યાં સાપ નીકળ્યા. તેને મારવામાં આવ્યો. તેને નાખી દેવાને બદલે છાપરે નાખે. એક ઊડતી સમડી જે

ક્યાંકથી મેતીને હાર લાવી હતી તેણે તે જે અને તેને હારના કરતાં કીમતી ગણી હાર છાપરા ઉપર નાખ્યો, અને સાપ ઉપાડી ગઈ! ડોશી સાપ સંઘરીને હાર પામ્યાં. સરદારે આ પ્રમાણે મૂળ બતાવ્યું : “ એક વાણિયાને ત્યાં સાપ નીકળ્યા. એને મારનાર ન મળે, મારવાની હિ' મત ન ચાલે અથવા મારવા નહોતા એટલે તપેલા તળે ઢાંકયો. રાત્રે આવ્યા ચાર, તપેલું કુતૂહલથી ઉઘાડવા ગયા ત્યાં સાપ કરડયો અને ચોરી કરવાને બદલે પંચત્વ પામ્યા.' નરસિંહરાવને પૂછવું જોઈએ. ખાસ કરીને આ વખતના ૬ વસન્ત’ના અંકમાં Kill two birds with one stone -- એક કાંકરે બે પક્ષી મારવાં – ઉપર આટલાં બધાં પાનાં ભરાયાં છે એથી પ્રેરાઈને.. e આજે બાપુએ જમણા હાથે પાછા કાગળ લખવા શરૂ કર્યા. ડાબા હાથને વધારે પડતો ઉપયોગ થયે એટલે એની દશા પણ જમણાના જેવી થઈ છે. એટલે ડોક્ટર કહે છે કે હવે જરા વખત જમણા વાપરે. આનું વર્ણન કરતાં બાપુ લખે છે –ગાસીડેનના કાગળના તા. ક. તરીકે -- ** હવે મારે ડાબે હાથ નહી વાપરવાનો વારો આવ્યો છે. ઘડપણ જોરથી બારણાં ઠેક રચું હશે ? બીજી રીતે પણ કાગળ રમુજી છે : - "Your welcome letter. I don't expect Jalbhai to trouble to write to me. I expect you the nurses to do that work. ૧૮૫ Gandhi Heritage Portal