પૃષ્ઠ:Mahadevbhaini Diary - Part 1.pdf/૧૯૦

વિકિસ્રોતમાંથી
આ પાનાનું પ્રુફરીડિંગ બાકી છે

________________

A patient has to eat, sleep, complain and bully. He is an angel when he omits to do the two last things. I hope the crutches will go. "I am no good at choosing books for others, even for you, though so near to me. The book of life is really the book to read and that you are doing more or less. The other is amusement for those who have no service. One would think that here at least one would have plenty of time to read. Well, spinning and preparatory studies leave little time for reading for amusement. But I must stop this lecturing. "Are you keeping well? Has Nargisbahen lost her headache? The Govt.'s reply regarding her is that I am not to see her. Evidently they think that she is taking an active part in politics or that she suffers from contamination. | ** તમારા કાગળથી આનંદ થયો. જાલભાઈ એ મને લખવાની તસદી ન લેવી જોઈએ. એ તો તમો નસનું કામ છે. બીમાર તો ખાય, ઊ છે, વાંધાવચકા કાઢે અને દમદાટી દે. છેલ્લી બે વસ્તુઓ ન કરે એ તો દેવ કહેવાય. હું આશા રાખું છું એને ઘેાડીઓ નહીં રાખવી પડે. “ બીજાને માટે પુસ્તકે પસંદ કરવામાં હું તો તદ્દન નકામા છું. ખરું વાંચવાનું તે આ જીવનનું પુસ્તક છે. અને તે તો તમે થાડુ ધણું વાંચે જ છે. બીજા પુસ્તકા તો જેમને કાંઈ કામ ન હોય તેમને વિનાદ અથે છે. કાઈને એમ લાગે કે અહીં અમને વાંચવાનો બહુ વખત મળતો હશે. પણ કાંતવાનું અને તૈયારી માટેના અભ્યાસ એ આડે વિનાદને અર્થે વાંચવાના વખત જ નથી મળતો. પણ મારે મારું ભાષણ બંધ કરવું જોઈ એ. “ તમારી તબિયત સારી રહે છે ના? નરગીસબહેનનું માથું દુખવાનું મટયું ? એમની બાબતમાં સરકારનો જવાબ આવ્યો છે કે એમને હું ન મળી શકું. સરકાર જરૂર એમ ધારતી હશે કે એ રાજદ્વારી બાબતમાં સક્રિય રસ લે છે અથવા એનો ચેપ એને લાગ્યો છે.” મૌનવારે લખવાના ઘણાખરા કાગળા અગત્યના અથવા જે પોતે જ લખવા જોઈએ, પોતાનાં અક્ષરથી ખાસ આશ્વાસન આપી શકાય એવાં પાત્રોને માટે જ હોય છે. ડો. મહેતાની સાથેના પોતાના ગાઢ સંબંધ એટલે એના પુત્રના ઉર્ષ માં પિતાના કરતાં પણ વધારે રસ લઈ તે ઑક્ટર પ્રત્યેની પિતાનું ઋણ અદા કરી રહ્યા છે. એક પિતા આથી વધુ પાતાના પરદેશ જઈ પહોંચેલા પુત્રને લખે? * વેનિસથી તારો કાગળ મળ્યા છે. સ્ટીમરમાં ૧૮૬ Gandhi Heritage Portal