પૃષ્ઠ:Mahadevbhaini Diary - Part 1.pdf/૧૯૧

વિકિસ્રોતમાંથી
આ પાનાનું પ્રુફરીડિંગ બાકી છે

________________

વખત કેવી રીતે ગાળ્યા, રસ્તામાં શું જોયું', શું ખરચ કર્યું વગેરે લખે તો તારી વર્ણન કરવાની શક્તિની અને સાદાઈના તારા ખ્યાલની મને ખબર પડે. . . . ક્રરવારવાની કસરત કરીને શરીર ખૂબ કઠણ કરજે. પિતાથી થઈ શકે તે કામ બીજા પાસે ન કરાવીશ. પગપાળા જઈ શકાય ત્યાં વાહનનો ઉપયોગ ન કરજે. શરીરમાં ગરમી કસરતથી લાવજે, સગડી પાસે બેસીને નહીં. . . .

  • દાક્તરને કાગળ નિયમિત રીતે લખજે. તેને હિસાબ માકલજે. પાતાનાં દીકરાદીકરીના કાગળથી માબાપ કદી ધરાતાં નથી તે યાદ રાખજે. ઝીણામાં ઝીણી તારી ખબર આવશે એ તેને ગમશે. દાક્તરની નજર તારી ઉપર છે. તેને સતાવજે.”

દાઉદભાઈ આશ્રમમાં રહી ગયેલા. એના કલ્યાણમાં પણ એટલું જ રસ. “ તમારા કાગળ ભલે આવ્યા. ખરાબ વિચારી ને વૃત્તિઓની સામે સિંહની જેમ ઝૂઝજે. ઝઝવું એ આપણા ધર્મ છે. વિજય મળવા એ ઈશ્વરને તાબે છે. આપણે સંતોષ ઝૂઝવામાં જ રહે છે. આપણું ઝૂઝવું ખરું હોવું જોઈએ. સત્સંગ કેળવજો. તે કેળવવા સારુ સર્વાચન જોઈ એ. મુંબઈ જેવા શહેરમાં સવાચન એ સતસંગ છે. અને મારી દષ્ટિએ બહેન નૂરબાનુનાં દર્શન પણ સત્સગ છે. એ અતિશય નેક અને પવિત્ર બાઈ છે.” લક્ષ્મી ભાવિ પુત્રવધૂને ગંગાદેવીના દૈવી દેહાંત વિષે લખતાં આશ્રમ એ મરણથી પુનિત થયે એમ જણાવ્યું. એસ્થરને કાગળમાં : "Feeling is of the heart. It may easily lead us astray unless we would keep the heart pure. It is like keeping house and everything in it clean. The heart is the source from which knowledge of God sprins. If the source is contaminated, every other remedy is useless. And if its purity is assured, nothing else is needed."

  • લાગણીનું સ્થાન હૃદયમાં છે. આપણે હૃદય ને શુદ્ધ ને રાખીએ તો! લાગણી આપણને આડે રસ્તે લઈ જાય. એ તો ઘર અને તેની અંદરનું બધું ચેમ્બુ રાખવા જેવું છે. હદય એ મૂળ છે જ્યાંથી ઈશ્વરના જ્ઞાનને ઉદ્ભવ થાય છે. એ મૂળ જો કલુષિત હોય તો બીજા સઘળા ઉપાય નિષ્ફળ જાય છે. અને જો એ શુદ્ધ હવાની ખાતરી હોય તે બીજા કશા ઉપાયની જરૂર નથી.”

૧૮૫૭ Gandhi Heritage Portal