પૃષ્ઠ:Mahadevbhaini Diary - Part 1.pdf/૧૯૩

વિકિસ્રોતમાંથી
આ પાનાનું પ્રુફરીડિંગ બાકી છે

________________

ન લાગે. મારા સ્વભાવ, મારી અપૂર્ણતા વગેરે ધ્યાનમાં રાખીને હું જે અભિપ્રાય આપું તેની તમારા જેવા તુલના કરે એમ હું માની લઉં.

  • હવે તમારા પ્રશ્નો. તમારા કેટલાક પ્રશ્નો ન પૂછવા જેવા હોય છે.' જિજ્ઞાસુએ જેની ઉપર શ્રદ્ધા હોય તેની પાસેથી તાત્ત્વિક નિણ ચા એાછામાં ઓછા માગવા જોઈએ. કાલ્પનિક શંકાઓનું નિવારણ કદી ન કરાવવું જોઈ એ. પિતાને કઈ પગલું ભરવું હોય તેને વિષે શંકા હોય તે ઉપર પ્રશ્ન અવસ્ય પુછાય. કાઈ બનેલી બીના વિષે પૂછવાનું હોય તે વખતે એ બીના આપવી જોઈએ. એ બીના ઉપરથી સાર્વજનિક પ્રશ્ન કદી ઘડો ન જોઈએ, કેમ કે એમ પ્રશ્ન ઘટાવવા જતાં મૂળ વસ્તુમાંથી કંઈક ને કંઈક રહી જવાનો સંભવ છે. તેથી સાર્વજનિક પ્રશ્નનો ઉત્તર બનેલી વસ્તુને લાગુ પાડવામાં જોખમ રહેલું છે.”

એક માણસે ખ્રિસ્ત અને બુદ્ધનાં પ્રતિકાવાળા કાગળ લખીને જણાવ્યું કે ઈશ, મહમદ અને બુદ્ધના એકેશ્વરવાદ એ સામાન્ય ધર્મના પ્રચાર કરો અને તમે રાજકાજ છેાડીને ધર્મ પ્રવૃત્તિમાં પડે તો શાંતિ થાય. તેને લખ્યું: "In my opinion unity will come not by mechanical means but by change of heart and attitude on the part of the leaders of public opinion. I do not conceive religion as one of the many activities of mankind. The same activity may be either governed by the spirit of religion or irreligion. There is no such thing for me therefore as leaving politics for religion. For me every, the tiniest, activity is governed by what I consider to be my religion." - “મારા અભિપ્રાય પ્રમાણે એકતા યાંત્રિક ઉપાયથી સધાવાની નથી. તે માટે તા લોકનેતાઓના હૃદયનું પરિવર્તન થવું જોઈએ અને તેમનું વલણ બદલાવું જોઈ એ. ધમ ને હુ માણસની અનેક પ્રવૃત્તિઓમાંની એક ગણતા નથી. એક જ પ્રવૃત્તિ ધમ વૃત્તિથી ચાલતી હોય અથવા અધર્મવૃત્તિથી પણ ચાલતી હોય. એટલે મારે માટે રાજદ્વારી પ્રવૃત્તિ છોડીને ધર્મની પ્રવૃત્તિ લેવાપણું છે જ નહીં. મારી તો દરેક પ્રવૃત્તિ, નાનામાં નાની પ્રવૃત્તિ પણ, હુ" જેને મારો ધર્મ માનું છું તેનાથી નિયંત્રિત હોય છે.” કેનેડાથી એક બાઈ મિસ ગુલચેન લન્સડેન કરીને કાગળ લખે છે કે સર હેનરી લોરેન્સ અમારે ત્યાં રહ્યા હતા અને તેણે તમારે માટે કહ્યું કે : "A strange story of how he met you in Poona and how you had rooms looking out on a lonely orchard and you were then reading Gibbon's 'Decline and Fall of the Roman ૧૮૯ Gandhi Heritage Portal