પૃષ્ઠ:Mahadevbhaini Diary - Part 1.pdf/૧૯૬

વિકિસ્રોતમાંથી
આ પાનાનું પ્રુફરીડિંગ બાકી છે

________________

કો’ ? ઈશ્વર નિરાકાર નિર્ગુણ હૈ. ઉસકા ધ્યાન કયો ન કરે’ ? યદિ યહ. અશકથ હૈ તો કારકા યાન કિયા જાય. અથવા અપની ક૯પનાકી મૂતિકા. ગીતા માતાકા હી ધ્યાન કળ્યો નહીં ? ઉસે કામધેનુકી ઉપમા દી હૈ. ઈસ ધેનુકા ધ્યાન કિયા જાય. ઔર ઇસમે બત અર્થ પાયે જાતે હૈ. વૈસે ભી વિતાંકી મૂર્તિયાંકા ધ્યાન હાનિકર હો સકતા હૈ. ઇસલિયે ત્યાજ્ય સમઝો.” એક આમના બાળક લખે છે : “ તમે વિલાયતનું વર્ણન કેમ નથી આપતા ? ” તેને લખ્યું : “ લંડન બહુ મોટું શહેર છે. તેમાં ચીમનીઓ ઘણી છે. તેથી બધું કાળું થઈ જાય, કશું સફેદ રહી જ ન શકે. સૂર્યનાં દર્શન દોહ્યલાં છે. ત્યાં લોકો આપણા કરતાં વધારે ઉદ્યમી હોય છે. ત્યાંના રસ્તા ઘણા સારું હોય છે.' હવે કાક 'કુરની મેયો જાગી છે, પેટ્રિશિયા કેડેલ નામની. એ લંડનના લોકોને સમજાવે છે કે, "Gandhi is a waning star. Policy of Lord Willingdon is justified. Gandhi's followers disillusioned. Visited jails and found standard of living in prisons far higher than of natives outside; and Lady Willingdon is extremely popular and princes are popular too." - ૬ ગાંધી હવે આથમતા સિતારે છે. લોર્ડ વિલિંગ્ડનની નીતિ સાચી કરી છે. ગાંધીના અનુયાયીઓના ભ્રમ ભાંગી ગયા છે. જેની મુલાકાત લીધી. બહારના દેશી લોકોના જીવનધારણ કરતાં જેલમાંનું ધારણ બહુ ઊંચું છે. લેડી વિલિંગ્ડન અતિશય લેાકપ્રિય છે અને રાજાઓ પણું.” આ • હિંદુ ’માં રાઈટરની વિમાની ટપાલમાં હતું. “ ટાઈમ્સ'માં નથી આવ્યું. બાપુ કહે : “ “ ટાઈમ્સ ’ને છાપતાં શરમ આવી હશે.” વલ્લભભાઈ : * શરમ તે શેની આવે? એ આમાં ભળેલું હોય ને ? ” બાપુ કહે : “ એ આમાં ભળેલું હોય છતાંયે એટલું ઉઘાડું છે કે એ અફી' છાપતાં શરમ આવે. એ તો કેાઈ વિલિંગ્ડન સાહેબે ઊભી કરેલી બાઈ છે.” e બનારસમાં સ્ત્રીઓ ઉપર થયેલા મસા વિષે સરકારી યાદી વાંચીને ખેદ થયા. એમાં પંડિત' ઉપર આક્ષેપ છે. * સ્ત્રીઓ ઉપર હુમલે થયે છે પણ જેને પંડિતજી આબરૂદાર કહે છે તે સ્ત્રીએ કાં તો રખાત છે, કાં તો સાધન વિનાની વિધવાઓ છે, કાં તે ભાડૂતી સ્વયં સેવિકાઓ છે. પંડિતજીએ આ બાબતમાં ભારે છકકડ ખાધી કહુંવાય. આનો જવાબ આપી ભૂલ કમ્બુલ કરશે પંડિતજી ? ” ૧૯૨ Gandhi Heritage Portal