પૃષ્ઠ:Mahadevbhaini Diary - Part 1.pdf/૧૯૭

વિકિસ્રોતમાંથી
આ પાનાનું પ્રુફરીડિંગ બાકી છે

________________

મુંબઈમાં રમખાણે હજી ચાલે છે એમાં કાતિલ અને હિચકારા હુમલા થયાની ખબરો આવ્યા કરે છે. બાપુ કહે : “ જે વસ્તુથી રૂ?-પુરૂ૨ મને ખૂબ આઘાત પહોંચે છે તે વસ્તુઓ સાંભળીને હું જાણે રાજી થાઉં છું. કારણ કચરા બધા તરી આવી રહ્યો છે. જાણે કોઈ મોટી ચાળણી લઈને બેઠા હોય અને કચરો કાઢયે જ જતો હોય એમ થઈ રહ્યું છે.” - આજે આવેલી ટપાલમાં કેટલાક નાદાન અને બાલિશ પ્રશ્નોમાં એક એ હતો કે આપણું ત્રણ મણનું શરીર લઈને આપણે ધરતી ઉપર ચાલીએ અને અનેક કીડીઓ ચગદાઈ જાય એ હિંસા શી રીતે અટકાવીએ ? વલ્લભભાઈ એ તરત કહ્યું : “ એને લખાની કે પગ માથા ઉપર રાખીને ચાલે.” કલેક્ટર પોતાની નિયમિત મુલાકાત પર આવ્યા હતા. આવા વિવેકવાળા અંગ્રેજ અમલદાર હજી મેં જોયા નથી (પેરીને બાદ કરતાં). ખુરશી ઉપર બાપુને અને વલ્લભભાઈને બેસાડીને પોતે બેઠે. બીજી ખુરશી ઉપર બિલાડી બચ્ચાંને ધવરાવતી નિરાંતે સૂતી હતી એટલે મને સામા સ્ટ્રલ ઉપર બેસાડચો, છતાં જેલર તો ઊભા હતા એટલે બીજી ખુરશી માગી. તે આવી એટલે જેલરને આગ્રહપૂર્વક બેસાડયો. આવતાં અમને ત્રણેને શેકહૅન્ડ કરી. જતાં પણ કરી. બાપુને કહે : “ તમને ખબર તો શું આપું ? તોફાનની ખબર. તે તમને આપવાની હોય ? બહુ દુ:ખદ વસ્તુ છે. પૂનામાં પણ છમકલું થયું. એક હિંદુની મૂર્ખાઈ હતી. એક પીરને રંગીને હિંદુ સમાધિનું રૂપ આપવા પ્રયત્ન કર્યો હતો. પણ મેં તે તુરત દાબી દીધું, અને એ વાત પણ ફેલાતી અટકાવી છે. મુંબઈમાં જે બની રહ્યું છે તેથી ત્રાસ છૂટે છે અને હવે તો કેવળ લેહી પીવાની વાત જ ચાલી રહી છે. આવી ખબર તમને આપવાની ન હોય પણ શું કરું ? હવે આગળ ન ચાલે અને અહી કાંઈ ન થાય એવી આશા આપણે રાખીએ. તમારે માટે હું કાંઈ કરી શકું ? ” બાપુ કહે : ** ના, આભાર.” “ ખરેખર હું કાંઈ જ સેવા કરી શકું તેમ નથી ? ભલે ત્યારે સલામ.” એ માણસના મોટા ઉપર અજબ ભલમનસાઈ હતી. બાપુ એક પાટલાનો તકિયા કરીને બેસે છે. ઘણી વાર એ પાટલે દીવાલની સાથે સીધો અડીંગીને રાખે છે. ખૂણે કરીને નહી. મેં કહ્યું : બાપુ ખૂણા કરીને રાખ્યા હોય તો ૫ડચાં નહીં કરે અને જરા આરામ લાગે.” બાપુ કહે : ** એ તો આરામ લાગે. પણ ખરી ખૂબી સીધા રાખવામાં જ છે. કેડ અને કરાડ તેથી સીધી રહે, નહીં તો વળી જાય. એવા નિયમ ૧૭ Gandhi Heritage Portal