પૃષ્ઠ:Mahadevbhaini Diary - Part 1.pdf/૧૯૯

વિકિસ્રોતમાંથી
આ પાનાનું પ્રુફરીડિંગ બાકી છે

________________

મને વિરાધવળ લાગે છે. કારણ કે એ તો બધામાં ભગવાનને જોતા. ખરાબ માણસ તરફ તેમને તિરસ્કાર તો હોય જ નહીં. વાત એ છે કે આપણે તો એવા મહાપુની મહત્તા સંધરવી. એને વિષે બીજાને અનુભવો થયા હોય તે આપણને નયે થાય. પણ એણે અનેકને ઉગાર્યો એ વાત આપણે સંધરવા જેવી છે અને સમજવા જેવી છે.” નિવેદિતાની વાત નીકળતાં બાપુ કહે: “ હું ભૂલી જ નથી શકતા કે મારી પ્રથમ મુલાકાતમાં એણે અંગ્રેજો માટે અતિશય તિરસ્કારનાં અને ‘ષનાં વચને કહ્યાં હતાં. મારી છાપ કાંઈક ભભકાની પડી હતી પણ બીજા અનેક જણ કહે છે કે એ તો ગરીબમાં ગરીબ ભંગીઓના લત્તામાં રહેનારી હતી એટલે એ પુરા મારે માટે બસ છે. બીજી એક વાર પાદશાહને ત્યાં મળ્યાં હતાં. ત્યાં પાદશાહની ધરડી માએ એક કટાક્ષ કરેલું યાદ રહ્યું છે. એ બાઈને કહાની કે તે તારા ધમ ત્યાં છે, તે તું મને શું મારા ધર્મનું સમજાવવાની હતી ? ” આજે ૭મા અધ્યાયમાંથી મળ્યું ગ્રુત્તિમાપન્ન ’વાળા શ્લોક અને ૧૨મા અધ્યાયના વ્યકતપાસના ઉપર ભાર મૂકનારા ૨-૬-૨૨ પ્લેકની વચ્ચેના વિરોધ વિષે બાપુનું ધ્યાન ખેચ્યું. બાપુ કહે: “ આવા વિરાધ તો ગીતામાં ઘણે ઠેકાણે છે. એનો સમન્વય એમ સમજીને કરવો રહ્યો કે એક વાર અમુક ઉપર ભાર મૂકવામાં આવ્યા છે, બીજી વાર બીજી વાતની ઉપર. ૧૨મામાં અવ્યકતપાસનાનો નિષેધ તો નથી જ. માત્ર તેની કઠિનતા સૂચવી છે.” મેં પૂછયું : “ તમે ભાઉને કાગળ લખે તેમાં તો તેને કહ્યું તારે વ્યક્તની ઉપાસનાને બદલે અવ્યક્તની કરવી?” બાપુ કહે : “ કારણ એ જીવતાનું ધ્યાન ધરે છે એ બરાબર નથી. જીવતા કોઈ માણસ પૂણુ જ નથી. ગીતામાં મૂર્તિપૂજાનો ઉલ્લેખ હોય તો , તે અવતારની પૂજાનો.” મેં કહ્યું: “ ત્યારે પણ અવતારો તે કાણુ ? સાચી મૃતિએ આપણી પાસે ક્યાં છે ? ” બાપુ કહે : “ માટે જ હું કહું છું ના, કે આપણી ક૯પનાના અવતારોને પૂજી શકીએ છીએ. રવિવર્માનાં ચિત્રાનું 'ધ્યાન ધરવાનો પણ નિષેધ છે, એમ હું નહીં કહું. ભાવના એ મુખ્ય -વસ્તુ છે. ” - શાક્તમાર્ગ ઉપર કાલે વાત નીકળી હતી. ત્યારે કહે : “ ઇન્દુલાલ અહીં* હતા ત્યારે વુડરોફની ચોપડી લાવેલા તે વાંચવાની કહી. એમાં કેટલાક ભાગ એટલે બધા ભૂડે અને બીભત્સ આવ્યું કે હું ન વાંચી શક્યો. નાચની વાત આવી ત્યાં હું ડરી જ ગયા અને પુસ્તક છેડયું. એ જ સ્થિતિ ૧૯પ Gandhi Heritage Portal