પૃષ્ઠ:Mahadevbhaini Diary - Part 1.pdf/૨૦૩

વિકિસ્રોતમાંથી
આ પાનાનું પ્રુફરીડિંગ બાકી છે

________________

સલાહ, ઈત્યાદિસે ભી કર સકતા હૈ. વિશુદ્ધ ચિત્તકે વિચાર હી કાર્ય હૈ, ઔર મહત પરિણામ પેદા કરતે હૈ. કાગળ વાંચીને એના ઉપર લેખ લખાવીને પછી બેચાર મિનિટ જોયા કીધા, અને ઊંડા વિચારમાં પડ્યા. અને પછી એલ્યા: ‘* પરચુરે શાસ્ત્રી જેવા માણસને આ રાગ કયાંથી?” આજે લોધિયન કમિટીના રિપટ નો સાર બહાર પડવો. બાપુ અસ્પૃસ્યા વિષેની ભલામણને સાર સાંભળી કહે : “ આ કમિટીએ આટલું તો ઠીક કામ કર્યું જ કહેવાય કે અસ્પૃશ્યતાની વ્યાખ્યા આપી અને અત્યાર સુધી સાત કરોડ તરીકે ગવાતા હતા તેની સંખ્યા ૩ કરોડ ઠરાવી. આને માટે કદાચ લોધિયન યશ લઈ શકે. આ વ્યાખ્યા થવાથી હિંદુઓ ધારે તો ક્ષણવારમાં અસ્પૃસ્યાને અપનાવી શકે છે, અને અસ્પૃસ્યને માટે કહેવાતી બધી માગણીને શાંત કરી દઈ શકે છે.” અસ્પૃસ્યા વિષે વ્યાખ્યા કરવાનો અને તેની સંખ્યા નક્કી કરવાનો યશ લેધિયનને નહીં પણ તાંબે અને ચિંતામણિને ઘટે છે, ૪— —૨ ૨ એમ દેખાય છે. એ લેાકાની વિરોધ નોંધમાંથી અસ્પૃસ્યા વાળા ભાગ બાપુને વાંચીને સંભળાવ્યા. બાપુ કહે : * ઉત્તમ છે. અસ્પૃસ્યાને અલગ મતમંડળ આપવામાં આવે તો એ તે એક બદમાશીનું કામ થશે. માણસ સ્વાથી થાય એ સમજી શકાય છે. પણ આખી પ્રજાને સ્વાર્થોધ કરવાનો ભારે પ્રયત્ન આજે થઈ રહ્યો છે. વીલીઅસે અંગ્રેજો અને મુસલમાનોના સંપુની વાતો કરી હતી, તેને આપણે વિલાયતમાં જોયે. તેવી જ વાત મુંબઈમાં થયાનું સાંભળીએ છીએ. ચિત્તાગૈગમાં પણ એ જ હતું.” સ્ત્રીઓના કાગળા આ વખતે આવ્યા તેમાં બહેન ઉમા કુદાપુરને કાગળ બહુ સુંદર હતા. * ૧૯૬ બહેનોનો સંગ છોડીને જવું પડે છે તે દુ:ખ થાય છે. આટલા પ્રાંતની આટલી બધી બહેનાનું આ દર્શન જાણે હિંદુસ્તાનનું દર્શન કરાવે છે. એ બડેનાની સાથે સુખરૂપ ગાળેલા દિવસે હંમેશાં યાદ આવશે. અહીં હતી ત્યારે આપના કાગળા આવતા તે જોવાના મળતા, બહાર જઈશ એટલે એ કાગળા પણ જોવાના ન મળે.” જાલ અ. દા. નવરોજીનો આભારનો કાગળ પંચગનીથી આવ્યા. એ તો માટી ધાતમાંથી બચી ગયા કહેવાય. હવે બિછાને છે અને ઘા રૂઝાય ૧૯૯ Gandhi Heritage Portal