પૃષ્ઠ:Mahadevbhaini Diary - Part 1.pdf/૨૦૬

વિકિસ્રોતમાંથી
આ પાનાનું પ્રુફરીડિંગ બાકી છે

________________

કશાની ચિંતા ન કરા’ એ લીટી મને હંમેશાં યાદ રહી ગઈ છે. હું એ ભૂલતા જ નથી. જે ઈશ્વર છે તો મારે શા સારુ ચિંતા કરવી ? આપણી અચૂક સંભાળ લેનારા એ બેઠો છે. એની આપણને આટલી એાથ હોવા છતાં જે ચિંતા કરે છે તે મૂરખ છે. ”

મુંબઈના ખબરામાં વિશેષ એ છે કે લાલજી નારણજીને રક્ષણ આપવાની ના પાડી અને એને મુંબઈ છોડવાના હુકમ મળ્યો, જયારે એક મુસલમાન ગુડાને કે ગુંડાને ઉકરનારને એ હુકમ નથી મળ્યું. હાજરીની શરત તાડનાર -ગેસવાળાને બે વર્ષની સજા અને ૧૦૦થી ૧૦૦૦ રૂપિયાનો દંડ થાય છે ત્યારે છરા પ રાખનારા ભાવિ ખૂનીઓને ૫ રૂપિયા દંડ થાય છે. મૂર્તિપૂજા વિષે બાપુને પેલે દિવસે પૂછતો હતો. તુકારામના એક અભંગ ટાંકીને કીર્તિ કરે પોતાના Studies in Vedanta (વેદાન્તનું અધ્યયન) એ પુસ્તકમાં હિંદુની ભાવના સારી રીતે વર્ણવી છે. એ કહે છે કે હિંદુ પ્રતીકની પૂજા નથી કરતા પણ ઈશ્વરની પૂજા કરે છે, અને એ વિચાર ખ્રિસ્તી સંસર્ગ કે પાશ્ચાત્ય સંસર્ગ થી નથી જન્મેલ પણ બ્રિટિશ આવ્યા તે પહેલાં તુકારામે સુંદર રીતે અભંગમાં ગૂંથેલે છે : केला मातीचा पशुपति, परी मातीसी काय म्हणती, शिवपूजा शिवासि पावे, माती मातीमाजी समावे, केला पाषाणाचा विष्णु, परि पाषाण नव्हे विष्णु, विष्णुपूजा विष्णुसि अर्पे, पाषाण रहे पाषाणरूपे, केली काशाची जगदंबा, परि कार्से नव्हे अबा, पूजा अंबेची अंबेला घेणे, कांसे रहे कांसेपणे, तैसे पूजिती आम्हा संत, पूजा घेतो भगवंत आम्ही किंकर.. માટીના શંકર તો બનાવ્યા, તેથી માટીને શું ? શિવની પૂજા શિવને મળે છે અને માટી બિચારી માટીમાં મળી જાય છે. પહાણના વિષ્ણુ બનાવ્યા, પણ પહાણો કાંઈ વિષ્ણુ નથી; વિષ્ણુની પૂજા વિષ્ણુને અર્પણ થાય છે અને પહાણા બાપડે. પશ્ચરરૂપે જ રહે છે; કાંસાની જગદંબા બનાવી, પણ કાંસું કાંઈ માતા નથી. માતાની પૂજા માતા લઈ લે છે, ને કાંસું કાંસું જ રહે છે; એમ જ સંત લેખે અમારી પૂજા થાય છે પણ પૂજા ભગવાનને પહોંચે છે અને અમે તેના સેવક જ રહીએ છીએ. ૨ ૦ર Gandhi Heritage Portal