પૃષ્ઠ:Mahadevbhaini Diary - Part 1.pdf/૨૦૯

વિકિસ્રોતમાંથી
આ પાનાનું પ્રુફરીડિંગ બાકી છે

________________

પ્રયત્ન પહેલા કરવા જોઈએ. આને માટે, ગરીબ હિંદના ઉદ્ધારને માટે વધારે સાધનો મેળવવા હું અમેરિકા જઈ રહ્યો છું.” 'આ વાતની તો મને પહેલી જ વાર ખબર પડે છે. હું તો આજ સુધી સમજતા હતા કે એ કેવળ ધમપ્રચારાર્થે વેદાંતની કેસરી ગર્જના કરવા માટે ગયેલા. આ તો મહા વિચિત્ર વાત કહેવાય ! હિંદુસ્તાનમાં ધર્મપ્રચારને અવકાશ નથી માટે અમેરિકા જઈને ધર્મ પ્રચાર કરવા, અને ત્યાંથી દોલત લાવીને ગરીબી મટાડવી ! આ તો નાદાની લાગે છે. પણ એવા જ કંઈ એમને ખ્યાલ હોય એમ બેત્રણ ઠેકાણે પુસ્તકમાં છે. અને અહીંના એ પુસ્તકના સંપાદકોએ એ વાતના ઉપર કશી નોંધ કરી નથી. ઈંગ્લંડમાં જઈને પાછાં ફરતાં પણ એ કહે છે કે ૩૦ કરોડ રૂપિયા લાવવા હતા તે તે ન મળ્યા. "In that respect his journey had failed. The work had to be taken up again on a new basis. India was to be regenerated by India. Health was to come from within." “ એ બાબતમાં એમને પ્રવાસ નિષ્ફળ ગયેા. એ કામ નવી ઢબે ફરી શરૂ કરવાનું રહ્યું. હિંદુસ્તાનનો ઉદ્ધાર હિંદુસ્તાને જ કરવાના હતા. આરોગ્યની પ્રાપ્તિ અંદરથી જ થવાની હતી.” આ રોલાંના શબ્દો છે. વિવેકાનંદ જેવા પ્રૌઢ પુરુષ આટલી વસ્તુ ન જોઈ શકવા એ આશ્ચર્ય લાગે છે. અને રાલાં જેવો જબરદસ્ત વિચારક આ વાતને ઐતિહાસિક સત્ય તરીકે નોંધીને સંતોષ ન માનતાં તેના ખુલાસો આપે છે.. "And so in Vivekanand's eyes the task was a double one : to take to India the money and the goods acquired by western civilization and to take to the west the spiritual treasures of India. A loyal exchange. A fraternal and mutual help. “ એટલે વિવેકાનંદની દષ્ટિએ કામ બેવડું હતું ઃ પશ્ચિમની સંસ્કૃતિએ જે દ્રવ્ય અને સંપત્તિ એકઠી કરી હતી તેમાંથી હિંદમાં કાંઈક લાવવું અને હિંદુસ્તાનના આધ્યાત્મિક ભંડારમાંથી પશ્ચિમને પહોંચાડવું. બહુ પ્રામાણિક વિનિમય. બંધુતાવાળી અને પરસ્પર સહાય.” આમ ધમને તે વેપાર થઈ શકતો હશે ? મે બાપુનું આ ફકરાઓ તરફ ધ્યાન ખેંચ્યું. બાપુ કહે : 6% વિવેકાનંદ એમાં વિવેક ભૂલેલા, અને રાલાં પણ વિવેક ભૂલ્યા છે.” ૨૦૫

Gandhi Heritage Portal

૨૦૫