પૃષ્ઠ:Mahadevbhaini Diary - Part 1.pdf/૨૧૧

વિકિસ્રોતમાંથી
આ પાનાનું પ્રુફરીડિંગ બાકી છે

________________

એ માણસ બેલવે જેટલો મીઠો, તેટલા દિલમાં છરી રાખીને ફરનારા લાગે છે. બાપુ કહે છે કે ૮૪ જેલમાં પૂરીને મારે વિષે બોલવામાં આ લોકોને શા રસ આવતા હશે ? મરેલાની પાછળ સારું બોલવું એ કહેવત છે છતાં ! હાસનનું ભાષણ સારું કહેવાય — એને માટે. કોંગ્રેસના પ્રભાવની એણે ખરી કિંમત આંકી છે. વેપારીઓમાં વેર નથી છતાં ધર્માદામાં પૈસા આપનારા રાજકાજમાં પૈસા રેડે છે એ નોંધવા જેવું છે. જે સ્ત્રી બહાર ન નીકળતી તે ગમે તેટલા ત્યાગ કરવાને બહાર પડી છે એ બતાવે છે કે કંઈક રસ્તા લાવવો જોઈએ અને માયાવી સલામતીઓની વાત છોડી દઈને નાણાંકીય સ્વાતંત્ર્યની ખાતરી વેપારીઓને આપવી જોઈ એ. કેવા જબરદસ્ત પ્રચાર ચાલી રહ્યો છે એ જોવું હોય તો સત્યમૂર્તિને. જે કાગળ હજી બાપુને મળ્યો નથી તે “ ટાઈમ્સ'માં છપાયા છે. એ બતાવવા માટે કે કોંગ્રેસને પ્રાન્તિક સ્વરાજ્યથી સંતોષ થશે ! નટરાજનને બાપુએ કાગળ લખેલા તેના જવાબમાં નટરાજન લખે છે : "I fully realize the force of your reasoning on the need for clear cut condemnation of what we feel to be grave .evils, even though one's judgment may not be perfect or final. In fact, I had said as much in my letter. But I sometimes feel that I, the reformer, was hasty in the judgment of good men and had hurt their feelings, and my present temper is perhaps due to the desire to avoid that mistake." | * આપણે જેને ગંભીર અનિષ્ટ માનીએ તેને સાફ સાફ વાડી કાઢવાં જોઈ એ એ તમારી દલીલમાં રહેલું બળ હું જોઈ શકું છું. આપણા અભિપ્રાય સંપૂર્ણ અથવા છેવટને ન હોય એ અલગ વાત છે. એટલું મેં" મારા કાગળમાં કહ્યું જ હતું. પણ એક સુધારક તરીકે મેં ઘણાયે સારા માણસેને વિષે અભિપ્રાય બાંધી લેવામાં ઉતાવળ કરી છે અને તેમની લાગણીઓ દુભવી છે; એટલે હવે એ ભૂલ ટાળવાની ઇચ્છામાંથી મારે અત્યારના સ્વભાવ બંધાયે લાગે છે.” પોલાકના કાગળ આવ્યા. તેમાં લખ્યું હતું કે લંડનનાં છાપાંઓ ૮- ૩૨ "You have taken up the sewing machine having been disillusioned with the slowness of the Charkha. I don't believe it for a moment. But it needs a prompt denial.” ૮૮ ચરખાની ધીમી ગતિને કારણે તમારા ભ્રમ ભાગ્યા છે અને હવે તમે સિંગરના સીવવાના સંચાની હિમાયત કરવા માંડી છે. હું તો આ २०७

Gandhi Heritage Portal

૨૦૭