પૃષ્ઠ:Mahadevbhaini Diary - Part 1.pdf/૨૧૩

વિકિસ્રોતમાંથી
આ પાનાનું પ્રુફરીડિંગ બાકી છે

________________

things to me, they improved upon the false report by deducing dis-illusionment about the Charkha from it. Now you have the whole story.'

  • ચરખાની ધીમી ગતિને કારણે મારે ભ્રમ ભાંગે એ માટે તો મારે ધણા અવતાર લેવા પડશે. ચરખાની ધીમી ગતિ એ જ મને એની પ્રત્યે ખેંચનારી વસ્તુ છે. પણ એનાં તો મારે માટે બીજાં કેટલાંયે આકર્ષણ છે કે હું એનાથી કદી કંટાળવાના નથી. એની ખૂબીઓ રાજ ને રાજ મારી આગળ ખૂલતી જાય છે અને એના ઊંડા અર્થો વધારે ને વધારે સમજાતા જાય છે. એને બદલે સીવવાના સંચા હું બિલકુલ વાપરતા નથી. પણ છાપાંમાં આ ગુલબાંગ શી રીતે આવી તે હું જાણું છું. મારા જમણા હાથની કોણી ઉપર છેલ્લાં દશ વર્ષથી સતત રેંટિયાનું ચક્ર ચલાવવાને લીધે દરદ થવા લાગ્યું અને તે ઉપરથી દાક્તરા એવા નિર્ણય ઉપર આવ્યા કે ટેનિસ રમનારાને રંટના સતત ઉપયોગથી જેવું દરદ થઈ આવે છે તેવું મને પણ યું છે. એટલે એમણે મારું કાંતવાનું થોડો વખત તો બંધ રખાવ્યું હત પણ પ્રભુદાસે કરેલી શોધ મારી વહારે આવી. પ્રભુદાસને તો તમે એળખે છો ના ? છગનલાલના દીકરા. તેની શોધ એવી છે કે ચક્કર પગ વડે ચલાવી શકાય અને સૂતરના તાર ખેંચવાને બન્ને હાથ ક્ટા રહે અને એ રીતે સૂતરે પણ લગભગ બમણું નીકળે. આ જાતને રેંટિયા મગાવીને મે' દાક્તરને માત કર્યા. જમણા હાથે બિલકુલ કામ બંધ કરવાના તાકીદના હુકમ મને મળે તે પહેલાં પેડલવાળા રેટિયે જે મગનલાલના નામ ઉપરથી મગને રંટિયે કહેવાય છે તે ચલાવવાનું હું શીખી ગયા. એક મૂરખ છીપાવાળા જે આ શેાધ વિષે કશું જાણતો નહોતો તેણે જ્યારે સાંભળ્યું કે હું પેડલથી ચક્કર 'ચલાવું છું ત્યારે માની બેઠો કે હું સીવવાનો સંચે ચલાવું છું. પછી તો એવા ભલા છાપાવાળા પડવ્યા જ છે કે જેઓ મારે વિષે અનેક કુપના કરી નાખે અને જાતજાતની વસ્તુઓનું આરોપણ મારે વિષે કરે. તેમણે પેલા ખેટા રિપોર્ટમાં વળી સુધારો કર્યો અને ચરખા વિષે મારા ભ્રમ ભાંગે છે એવું જાહેર કર્યું. આખી વાત આ છે.”

ભાઈ . . .ની સ્થિતિ ખરાબ છે અને એ અતિશય ચિંતામાં રહે છે એવા ખબર મીરાબહેને આપેલા અને ફરી પાછા આવ્યા. તેને જે લખ્યું તે દરેક પૈસાદારને ધ્યાનમાં લેવા જેવું છે. તમારી સ્થિતિ ગમે તેવી હાય, આટલું યાદ રાખજો : ૧. જે પૈસા કમાય તેને ખાવાનો અધિકાર છે. २०८

Gandhi Heritage Portal

૨૦૯