પૃષ્ઠ:Mahadevbhaini Diary - Part 1.pdf/૨૧૪

વિકિસ્રોતમાંથી
આ પાનાનું પ્રુફરીડિંગ બાકી છે

________________

૨. પૈસા ખાવામાં શરમ નથી, ખોયા પછી છુપાવવામાં શરમ છે, પાપ પણ છે. ૩. ગજા ઉપરવટ કદી ન રહેવું. આજે બંગલામાં રહેવા છતાં કાલે ઝૂંપડામાં રહેવાની તૈયારી રાખવી જોઈએ. ૪. લેણદારને આપવા જેટલા પૈસા પિતા પાસે ન હોય તેમાં શરમાવાનું ન હોય. e ૫. જે માણસ એક દમડી પણ પિતા પાસે રાખ્યા વિના બધું લેણદારને સેપે છે, તેણે બધું આપ્યું. ૬. કરજ કરીને કદી વેપાર ન કરો, એ પ્રથમ ડહાપણુ છે. પણ કર્યું" તિા જે હોય તે આપીને નીકળી જવું, એ બીજું ડહાપણ છે. - આશ્રમમાં જ્યારે જવું હોય ત્યારે જઈ શકે છે. ઉર્દૂ ચાપડીઓમાંથી અંજુમને હિમાયત ઈસ્લામ, લાહોરની ચાથી ચોપડી વાંચવી શરૂ કરી છે. આજે રાત્રે સૂતા પહેલાં તેલ ચાળાવતાં કહે : ૮૮ આ ચાપડી વાંચીને ઉદાસ ને ઉદાસ થતા જાઉં છું. જાણે ગળથુથીમાં જ મુસલમાન બાળકોને મારફાડ અને કાપાકાપી શીખવાની હોય એમ લાગે છે. મહંમદ પેગંબરના જીવનમાં લડાઈ લડાઈ અને લડાઈ. જે લખનાર છે તે પેગંબરના જીવનનું રહસ્ય સમજ્યા જ નથી અને એમાં એણે લડતની ઉપર લડત કર્યા કરતા એમને વર્ણવ્યા છે.” આજે દુર્ગા, બાબા, આનંદી અને રમણ મળી ગયાં. દુર્ગા કરી લાવી હતી તે જાણ્યું, કેટલીક કેરી તો હતી જ એ જાણીને ગભરાયા. બાપુ કહે : “ પરચૂરે શાસ્ત્રીને કેરીઓ મોકલી આપે. આપણે થોડા જ અહી” કરી ખાવા આવ્યા છીએ ? ” e આનંદીને બાપુને મળવાનું ન મળ્યું. મેં બાપુને વાત કરી. બાપુ કહે : “ એ રાઈ તેમ બીજા પણ ઘણાં રારો અને મને એ કાને પાછાં કાઢતાં કાંઈ ઓછું દુ:ખ થવાનું છે ? પણ શું થાય ? ” : રાત્રે દૂરબીન (ત્રિવેદીજીએ મોકલેલા)માં તારાઓ જોવાનો પ્રયત્ન કર્યો. કંઈક દેખાયું. પણ સંતાજ મને તે ન થયા. આજે બાપુએ ઘણા કાગળ લખાવ્યા એટલે દૂરબીન જોવાના સમય ન રહ્યો. બાપુ કહે: * રોજ પા કલાક એને ૬-૬-'૩૨ મ ટે રાખવા જોઈએ.” ૨૧૦

Gandhi Heritage Portal

૨૧૦