પૃષ્ઠ:Mahadevbhaini Diary - Part 1.pdf/૨૧૫

વિકિસ્રોતમાંથી
આ પાનાનું પ્રુફરીડિંગ બાકી છે

________________

કેરી પરચૂરે શાસ્ત્રી અને રક્તપિત્તવિભાગના બીજા કેદીઓને માટે ૫૦ મેકલી ત્યારે બાપુને સંતોષ થયા. જમનાલાલજીના કાગળમાં પુષ્કળ વિગતો છે – એમની તબિયતની, ખાનપાનની, * બી’ વગ છોડવાના કારણની, વગેરે. એમની ચોકસાઈ આશ્ચર્ય પમાડે તેવી છે. તેમાં મૂળથી જ જે સંયમી જીવન હતું તે હવે તપઃપૂત જીવન થયું, એટલે પછી પૂછવું જ શું ? વિનાબાની સાથેના સહવાસથી જીવનભરના લાભ થયો છે એમ લખે છે. કેટલાય જણાએ એ અનુભવ લીધા હશે. રામકૃષ્ણ પરમહંસ કે સ્વામી વિવેકાનંદ કહે છે ને કે એક પણ માણસને ઉન્નત કરવા અર્થે આવ્યા હોઈ એ તો જીવન સફળ છે. . . .ને લખ્યું : “તમારા લખવા પ્રમાણે ખરાબ વિચારો આવ્યા જ કરે છે અને તેથી મૂંઝાયા જ કરી છે. એનું નામ પોતે બનાવેલું નરક. એમાં તમારા બંને પ્રશ્નોના જવાબ આપ્યો. મેં શા ઉપરથી લખ્યું એ પણ કહેવાયું. એ નરક કેમ એાળખાયું એ પણ કહેવાયું. એની ઓળખ થાય તો તેમાંથી કેમ નીકળી શકાય એ તો સહેજે સમજાઈ જવું જોઈએ. ખરાબ વિચારો આવે એના પાછી વિચારી જ કયો કરવાના હોય નહીં. પણ એ નથી જ આવ્યા એમ ગણીને આગળ વધ્યે જવું. માણસ ઠેસ ખાય તે વખતે શાથી ઠેસ ખાધી એ જોવા નહી બેસે. પછી એને ખરાબ પરિણામ તો ન આવે, એ વિચારમાં ત્યાં જ બેઠો. રહે, એ માણસ આગળ ન વધી શકે. પણ ઠેસ ખાધી હોય તેને ન ગણકારતાં આગળ ચાલ્યા જ જાય તો ખાધેલી ઠેસ ભુલાઈ જાય છે. આગળ જતા હોવાથી શક્તિ વધતી જાય છે અને શક્તિ વધતી જાય તેમ તેમ ઠેસ પણ એાછી વાગે છે.” આજે બાપુ કેમ્પના કેદીભાઈ એાને અને સર્કલમાંથી આવેલાને મળ્યા. અધ્યાપક જેઠાલાલ ગાંધી અને બિંદુ માધવ ૨૦----'રૂ ૨ હતા. ટપાલ ઑફિસના કાગળ બાળવામાં આવે છે તે પ્રોગ્રામ વિષે વાત થઈ. બાપુ કહે: “ એ વ્યર્થ અને વિનાશક પ્રવૃત્તિ છે અને એમાં હિંસા રહેલી છે. એ સજેટનું અકકલ વગરનું અનુકરણ છે.” બીજી અનેક ચર્ચાઓ કરી. - છગનલાલે જોષીને લખેલો કાગળ મહત્ત્વના હતા. આશ્રમના ફેરફાર વિષે ખાસ ઉલેખ હતો : ‘‘આશ્રમમાં મજૂરીનું ઘણુંખરું બધું કામ ૨૧૧

Gandhi Heritage Portal

૨૧૧