પૃષ્ઠ:Mahadevbhaini Diary - Part 1.pdf/૨૧૬

વિકિસ્રોતમાંથી
દિશાશોધન પર જાઓ શોધ પર જાઓ
આ પાનાનું પ્રુફરીડિંગ બાકી છે

________________

હાથોહાથ થાય છે. થોડા મજાર છે, પણ જે આશ્રમના નિયમને ઠીકીક અનુસરે છે તેવા જ રહ્યા છે, અને તેની સાથે આશ્રમવાસી કામ કરે છે. ધીમે ધીમે બધી મજારી ઉપર કાબુ મેળવાઈ રહ્યો છે. બાળકો યથાશક્તિ ફાળે ભરે છે. નવા આવે તેને પ્રથમ પ્રાર્થના, ભજન વગેરે શીખવાનું રહે છે. એ કર્યા બાદ જ જેને અંગ્રેજી શીખવું હોય તે શીખી શકે. યજ્ઞનું ક તામણુ એક કલાક બધા સાથે કરે છે. ૨૦ હેઠળના આંકનું કાંતેલું યજ્ઞના આંકડામાં નહીં આવી શકે, અને જેટલું કતાયું હોય તે બધું ડેલામાં તે જ દિવસે આપી દેવું જોઈએ. મેં એમ સૂચવ્યું છે કે જે બધા અનુકુળ થાય તો એ સૂતર પાતપાતાને સારુ કાઈ ખરીદ કરી જ ન શકે. એમ ખરીદવાની સ્ટ છે તેટલે યજ્ઞ અધુરો છે એમ હંમેશાં મારી માન્યતા રહેલી છે. ગયા અફવાડિયાથી બધાની ગમે તે મજૂરી હોય તેના કલાકના એક નાના હિસાબે ખાતાવહી રાખવાનું મુકરર થયું છે. પણ તે પ્રમાણે ચૂકવવું એ ઠરાવ નથી થયા. હાલ તુરતને સારુ મારી સૂચના નારણદાસને એટલી જ હતી કે જે તેને ઘૂંટડા ઊતરે તો આ પ્રમાણે ચોપડા રાખવાનું શરૂ કરી દે. આ ચોપડા જે સામાન્ય ચોપડા રહે છે તે ઉપરાંત અને કેવળ અત્યારે તો પરિણામ જેવા પૂરતા જ. એમાંથી ઘણી ખબર પડી રહે અને તેનું પરિણામ એ આવી શકે કે બધાની સરખી મજૂરીને આપણે પહોંચી શકીએ. એટલે કે કાંતવાના, વણવાના, પાયખાનાં સાફ કરવાના કે ગમે તે સામાજિક સેવાના એક કલાકનો એક આનો ગણવો. આની ચર્ચા તો આપણે ખૂબ કરી છે એ તમને યાદ હશે. હાલ નારણદાસને હું બહુ લખી રહ્યો છું તેમાં આ વિષય પણ ફરી પાછા ચર્ચો. મને એમ ભાસે છે કે નારણદાસની આવા વિચારો ઝીલવાની શક્તિ હમણાં વધી ગઈ છે. એટલે એ સૂચના એણે વધાવી લીધી. આ ચોપડા લખવામાં બહુ વખત જાય છે એવું કાંઈ નથી અને જે અત્યારે પ્રયોગ છે તે છેવટે અમલમાં મુકાવાની સ્થિતિએ પહોંચે તો હિસાબ રાખવાનું કામ તો એટલું બધું સહેલું થઈ પડે કે સામાન્ય ગુજરાતી જાણનાર પણ રાખી શકે. આવી રીતે હિસાબ રાખવાની સફળતાનો આધાર સમાજ ઉપર રહેલો છે. કેમ કે જે માણસ પોતાના કલાક લખે કે લખાવે એણે જે કામની ચેારી કરી હોય અથવા કામ ગમે તેવું કર્યું હોય તો દેખાતું જ છે કે હિસાબ ખાટા આવે. એટલે કે ખાટા અને ખરા પૈસા ભળી જવા જેવું થાય. બાળકોની કેળવણી વિષે પણ હું અહીંથી સારી પેઠે લખી રહ્યો છું. એમાંથી કેટલું આશ્રમવાસી ઝીલી શકશે તે કહી નથી શકાતું. પણ એ બધું લખવા બેસું તે ઘણે વખત જોઈ એ. અને તેટલે વખત ન આપી શકાય. એ બાબત તો ધીરજ ૨૧૨

Gandhi Heritage Portal

૨૧૨