પૃષ્ઠ:Mahadevbhaini Diary - Part 1.pdf/૨૧૮

વિકિસ્રોતમાંથી
આ પાનાનું પ્રુફરીડિંગ બાકી છે

________________

મેજરની સાથે ‘સી’વાળા ભાઈ અને લખવાની સામગ્રી આપવાને માટે બહુ રકઝક થઈ. મેજરે ન જ માન્યું. એનો દુરુપયોગ થાય છે એટલે હું કોઈને પણ નહીં આપી શકે એ વાતને એ વળગી જ રહ્યો. બાપુએ કહ્યું : kk બીજે બધે આપે છે. ” મેજરે કહે : ** તા ત્યાં બધે બંધ થવું જોઈ એ.” બાપુને બહુ માઠું લાગ્યું. મેજરને કાલે કહેલી વાત વિશે ડૉઈલને કાગળ લખાવ્યા. આજના છાપામાં સરસમાં સરસ ખબર ફાધર એલિનનું સ્ટેટમેંટ ૨–૬-'રૂર છે. ગઈ કાલે જ્યારે ‘ટાઈમ્સ'માં એમને વિષના ગપગોળા આવ્યા ત્યારે કોઈ એ માન્યો તો નહોતો જ. અને આજે તો એક રીતે સારું લાગે છે કે એ ગપું આવ્યું કે જેથી એલ્વિનને કોન્ટેસ વિશે આવી રીતે લખવાની તક મળી. નટરાજને દસ્તૂર મેજિસ્ટ્રેટને નાઈટહૂડ આપવા વિરુદ્ધ સરસ પ્રોટેસ્ટ કર્યો છે, અને દારાબ તાતાની સુંદર કદર કરી છે. લેડી તાતાને વિષે એમને પ્રેમ, એમનું જીવનચરિત્ર છેક છેલ્લા દિવસોમાં લખાવવું, બંનેના પ્રેમને શાહજહાન અને મુમતાઝની સાથે લેડી એબરડીનનું સરખાવવું, એ બધુ સરસ છે. આપણાં પાઠ્યપુસ્તકોમાં ઘણા પાઠે આવે છે. પણ સર દારાબ તાતા જેવા, જમશેદજી તાતા જેવાના પાઠે કેમ નથી આવતા ?' ભારતીને એના કાગળનો જવાબ આપ્યો : સરસ અક્ષરે લખાયેલે તારો કાગળ મળ્યો ૨૩——'રૂર છે, એવા કાગળાથી હું થાકું તેમ નથી. તમે બાઈબહેને વજી જેવાં કઠણ ને મજબૂત થાઓ. ટાઢતડકે સહન કરી લે, એ તો મને ગમે. પણ એવો પ્રયોગ તારી ઉપર મારાથી એચિંતા સીમલાના તાપમાં ન થાય. એવી સહનશક્તિની કેળવણી રીતસર ને ધીમે ધીમે લેવાય તો જ ફળે. રાજ કોમળ રહેનાર વખત આવે કઠણ થઈ શકે એ માનવું બહુ ભૂલ છે. એ કુદરતની વિરુદ્ધ થવા જેવું છે. એવી ભૂલના સેંકડો દાખલા મારી નજરે તરે છે. ૮૬ સાહિત્ય વાંચવાનું મને ગમે ખરું. નિશાળના જીવનમાં નિશાળના ભણતરથી આગળ ન જઈ શકયો. ત્યાર પછી તો એક પછી એક એવા વ્યવસાયે આવ્યા કે વાંચવાનું એાછું જ થઈ શક્યું. જે થયું તે જેલમાં. પણ આથી મેં બહુ ખાયું છે એમ નથી જોતા. વિચારવાનું બહું મળ્યું. ૨૧૪

Gandhi Heritage Portal

૨૧૪