પૃષ્ઠ:Mahadevbhaini Diary - Part 1.pdf/૨૧૯

વિકિસ્રોતમાંથી
આ પાનાનું પ્રુફરીડિંગ બાકી છે

________________

અને અનુભવની નિશાળના અભ્યાસ તો વાંચન કરતાં વધારે ઉપાગ આપે છે જ. ne * કળાને ખાતર કળા’ સાધવાના દાવા કરનાર પણ ખરું જોતાં તેમ નથી કરી શકતા. કળાને જીવનમાં સ્થાન છે. કળા કોને કહેવી એ નાખો સવાલ છે. પણ આપણે બધાએ જે માગ કાપવો છે તેમાં કળા વગેરે સાધનમાત્ર છે. એ જ જ્યારે સાધ્ય થાય ત્યારે બંધનરૂપ થઈ મનુષ્યને ઉતારે છે. f« ઈશ્વર એટલે ‘સત્ય'. થોડાંક વર્ષ થયાં શ્વિર સત્ય છે કહેવાને બદલે સત્ય ઈશ્વર છે એમ કહેતા થયો છું. એ જ મને વધારે ન્યાયી વાકચ લાગે છે. સત્ય સિવાય આ જગતમાં બીજુ નથી. a અહીં સત્યની વ્યાપક વ્યાખ્યા કરવાની છે. એ સત્ય ચેતનમય છે. એ સત્યરૂપી ઈશ્વર અને તેના કાયદા નોખા નથી, પણ એક જ છે, તેથી એ પણ ચેતનમય છે. એટલે આ જગત સત્યમય કે નિયમમય છે એમ કહેવું એકસરખું છે. એ સત્યમાં અનંત શક્તિ ભરી છે. ગીતાના દશમાં અધ્યાય પ્રમાણે કહેતાં તેના એક અંશથી જગત ટકી રહ્યું છે. એટલે જ્યાં જ્યાં ઈશ્વર શબ્દ આવે છે ત્યાં ત્યાં સત્ય શબ્દ વાપરીને અર્થ કાઢે તો ઈશ્વર વિષનો મારો અભિપ્રાય સમજી શકાય. જો ઈશ્વર છે - ભલે તેને સત્યરૂપે ઓળખીએ -- તો તેની આરાધના કરવાનો ધુમ થઈ પડે છે. આપણે જેને આરાધીએ છીએ તેવા થઈએ છીએ. પ્રાર્થનાનો અર્થ એથી વિશેષ નથી. પણ એ અર્થમાં બધું સમજાઈ જાય છે ના? સત્ય આપણા હૃદયમાં વસે છે. પણ આપને તેને ભાન નથી અથવા પૂ છું નથી. તે હાદિક પ્રાર્થના થકી થાય છે. . . . મારા અક્ષર ઉકેલતાં મુશ્કેલી આવે છે ? જેમાં આ કાગળ બીડ્યો છે તે પરબીડિયું સરદારની કૃતિ છે, જેલા નકામા કોરા કાગળ હાથ આવે છે તેને આ ઉપયોગ કરવામાં એ પાતાના ધણા વખત ગાળે છે. બાપુના આશીર્વાદ ” આ કાગળ જેનો જવાબ છે તેમાં ઉઠાવેલા મુખ્ય બે પ્રશ્નો ભારતીના કાગળમાંથી જ લઈએ : - “ જેને આપણે સંકુચિત અર્થમાં સાહિત્ય કહીએ એ આપને વાંચવાનો શોખ છે કે હતા ? જીવનમાં સાહિત્ય, કલા, અને સૌંદર્ય (જેમાં ઇંદ્રિયાને આનંદ પ્રધાન હાય )ને કેટલે અવકાશ છે એ શંકાસ્પદ ગણાય છે, આપણા દેશના હાલના સંજોગો બાજુએ મૂકીને વિચાર કરતાં પણ. કેટલાક કહે છે કે ઊંચામાં ઊંચી કળા જીવનના મહા પ્રશ્નોથી અળગી નથી રહી શકતી. એ હશે, પણ એવા ઘણા હોય છે કે ૨૧૫

Gandhi Heritage Portal

૨૧૫