પૃષ્ઠ:Mahadevbhaini Diary - Part 1.pdf/૨૨

વિકિસ્રોતમાંથી
આ પાનાનું પ્રુફરીડિંગ થઈ ગયું છે

આ તો દક્ષિણ આફ્રિકાના ઇતિહાસનું એક અમૂલ્ય પાનું મળી ગયું.

* **

આજે બાપુએ 'વેટ્ પેરેડ’ પૂરું કરું અને વલ્લભભાઈને કહે તમારે જરૂર વાંચવું. દારૂબંધીનો આખો ઇતિહાસ અંદર મળી જાય છે, અને કેટલાંક પ્રકરણ તો બહુ સરસ છે. આ આગમચ બાપુ અનેક પુસ્તકે વાંચી ચૂકયા છે. આજે Adam's Peak to Elephanta (ઍડમ્સ પીક ટુ એલીફન્ટા) શરૂ કર્યું.

આજે . . નાં અનેક ચોપાનિયાં આવ્યાં. તેમાંથી ખૂબ હસવાનું મળ્યું. 'જ્ઞાન કિરણો' નામની અનેક પત્રિકામાં એક મોટા તાવ ઉપર છાપેલી હતી. તેને કાપી સીવીને વલ્લભભાઈ એ એક ચાપડી બનાવી, ને બાપુને કહે : " વાંચવા જેવી છે, પણ જ્ઞાન વધી જશે તો ! ” પછી બાપુએ વાંચવા લીધી અને એક એક લીટી વાંચીને ખડખડ હસે. ખાસ કરીને “ દીવા ન બાળ’ એ પત્રિકા વાંચીને. વલ્લભભાઈ કહે : “ એ પત્રિકા લૅમ્પને દીવે બેસીને લખી હશે ! ” બીજા હસાવનાર તો અનેક ભાગો હતા. બાપુ કહે : " બિચારા સૌ પોતાની મતિ પ્રમાણે જેટલું થાય તેટલું કરી રહ્યા છે." પછી જરાક વાર રહીનેઃ " પણ ક્યાંય કોંગ્રેસનું નામઠામ છે ? એની પાછળ કેવી ડરની મનોદશા રહેલી છે ! જ્યાં સ્પષ્ટ ઉલ્લેખ કરવો જોઈ એ ત્યાં પણ પરાણે ચુપ રહેવું પડે ! અને સરકાર પણ માને કે આ ઠીક છે. જ્યારે બધી પ્રવૃત્તિ તો કોંગ્રેસની હોય. દયાજનક સ્થિતિ છે !"

* **

જીવણજીને મારા જ્ઞાતિજન તરીકે બાપુએ ઓળખાવ્યા અને દુર્ગા સાથે મને મળવા દીધા. સગાં અને મિત્રો વિષેના કાયદાની હાસ્યજનકતા બતાવવા મે મલકાની અને એની શકુંતલાનો કિસ્સો કહ્યો. બાપુને કહ્યું : " વિષ્ણુના કાગળમાં આ હતું.” બાપુ કહે: " આવી વાતો છાપામાં કેમ નહીં આવતી હોય ? "

१६-३-'३२ગઈ કાલે બા બારડોલી તાલુકામાં ફરવા ગયાં એવી ખબર આવી હતી, એટલે મેં કહેલું : " આ વખતે બને છ મહિના મળશે." બાપુ કહે : " ‘સી’ કલાસ મળે અને મજૂરી મળે તો નવાઈ નહીં. બાને ‘સી’ કલાસ મળે એ સરસ કહેવાય." ત્યાં તો આજે સાંજે એ જ ખબર છાપામાં આવ્યા ! આ ખબર સાંભળીને બાપુના આનંદનો પાર ન રહ્યો. ખડખડાટ હસ્યા, પછી માત્ર એટલું બોલ્યા: " સાઠ વર્ષની डोસીને સખત મંજૂરી આપતાં એને ૨૦

Gandhi Heritage Portal

૨૦